પેટની ગમે તેવી બીમારી અને એસીડીટી મટાડવી હોય તો જાણી લો આ ઈલાજ

દોસ્તો તમારી આસપાસ રહેતી દર 5માંથી 3 વ્યક્તિને પુછશો તો તમને જાણવા મળશે કે તેમને પેટની સમસ્યાઓ છે. અનિયમિત આહારશૈલીના કારણે લોકોને પેટની સમસ્યા થઈ જ જાય છે.

મોટાભાગના લોકો દિવસ દરમિયાન ભોજન બરાબર સમયે લેતા નથી અને જ્યારે લે છે ત્યારે તેમાં બિનઆરોગ્યપ્રદ આહાર વધારે હોય છે. તેવામાં પેટમાં ગેસ અને એસીડીટી થઈ જ જાય છે.

જો તમને નિયમિત રીતે એસીડીટી અને ગેસ થતા હોય તો તેની સારવાર કરવી જરૂરી છે. કારણ કે લાંબા સમય સુધી આ તકલીફ પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા વિકરાળ બની શકે છે.

જ્યારે તમને લાંબા સમય સુધી પેટમાં ગેસ એટલે કે જમ્યા પછી પેટમાં ગુળગળ અવાજ આવવા અને એસીડીટી થતી હોય અને તમે ડોક્ટર પાસે જાઓ તો તમારી ઘણા ટેસ્ટ પણ કરાવવા પડશે કારણ કે આ લક્ષણો આંતરડાના કેન્સરના પ્રારંભિક લક્ષણો પણ છે. જો કે આ બંને તકલીફને 10 જ મિનિટમાં દુર કરતી અકસીર દવા વિશે આજે તમને જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટમાંથી આવતા અવાજનું મુખ્ય કારણ છે ઉતાવળે ભોજન કરવું અને તે પણ બરાબર ચાવ્યા વિના. આમ કરવાથી ભોજનની સાથે હવા પણ અંદર જાય છે જેના કારણે જમ્યા પછી પેટમાંથી અવાજ આવે છે.

ઘણી વખતે ભોજનની પચાવતી વખતે જે એન્ઝાઈમ્સ તુટે છે તેના કારણે પણ પેટમાંથી અવાજ આવે છે. જ્યારે આવું થાય ત્યારે તમે નીચે દર્શાવ્યા મુજબનો ઈલાજ કરી શકો છો. તેનાથી તમને તુરંત જ રાહત મળશે.

ભોજન બરાબર ચાવીને ખાવું અને સાથે પ્રવાહીનું પ્રમાણ પણ વધારે રાખવું. તમે ફળનો રસ અને શાકભાજીના સૂપ પણ જમાવા સાથે લઈ શકો છો. દિવસ દરમિયાન નાળિયેર પાણી પણ પીવાનું રાખવું જેથી પાચનતંત્ર બરાબર કામ કરે.

તમે ભોજન કરો તેમાં એવી વસ્તુઓ વધારે લેવી જેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપુર હોય. દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જ્યારે પણ ભુખ લાગે તો કંઈક ખાઈ લેવું. ચા કે કોફી પીવાનું ટાળવું. ભોજનમાં કોબીજ, બ્રોકલી જેવી વસ્તુઓ લેવાનું ટાળો તેનાથી ગેસ બને છે.

જમવામાં કોઈને કોઈ રીતે આદુનું સેવનન કરવાનું રાખો. આદુથી ગેસની તકલીફ થતી નથી. આ સિવાય તમે લવીંગ પણ ખાઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટમાં સમસ્યા હોય ત્યારે ભોજન સાથે એક વાટકી દહીં અચૂક લેવું. દહીમાં પણ બેક્ટેરીયા હોય છે જે પાચન ક્રીયાનું સંતુલન જાળવે છે અને પેટમાં ઠંડક રાખે છે જેનાથી એસીડીટી થતી નથી.

પાચન સંબંધિત સમસ્યાઓને દુર કરવાનો રામબાણ ઈલાજ છે આદુ અને ફુદીનો. આદુ અને ફુદીનાનું સેવન કરવાથી પેટની દરેક સમસ્યા મટે છે. એક ચમચી ફુદીનાના રસમાં થોડા ટીપા આદુ નાખીને પીવાથી તુરંત ગેસ-એસીડીટીમાં રાહત મળે છે.

થોડા દિવસ માટે સંતુલિત અને સાદુ ભોજન લેવાનું રાખો. જેમાં ખીચડી, દહી, બાફેલા શાક વગેરે. તેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

દિવસ દરમિયાન દૂધનું સેવન કરો. તેનાથી એસિડીટી મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!