દોસ્તો આજકાલ દરેક ઉંમરના લોકોને શરીરમાં વિવિધ પ્રકારના દુખાવાની સમસ્યા રહેતી હોય છે અને જ્યારે તમે મોટા ભાગના લોકો સાથે વાત કરો છો ત્યારે તેઓ એક જ ફરિયાદ કરતા હોય છે કે તેઓને કમરનો દુખાવો થઈ રહ્યો છે.
આજના સમયમાં ખટાશ યુક્ત ચીજવસ્તુઓનું સેવન કરવાથી પણ દુખાવાની સમસ્યા સૌથી વધારે લોકોને પરેશાન કરી રહી છે. વળી ઘણા લોકો જરૂરિયાત કરતાં વધારે વજન ઉંચકતા હોય છે, જેના લીધે તેઓને હાડકાં, સ્નાયુ નો દુખાવો થતો હોય છે.
જો આપણે કમરનો દુખાવો થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો આજના આધુનિક સમયમાં લોકો ફિટ રહેવા માટે જીમમાં જતા હોય છે અને વધારે કસરત કરવાથી પણ દુખાવો થતો હોય છે.
વળી ઘણા લોકો કોમ્પ્યુટરની સ્ક્રીન આખે આખો દિવસ સમય પસાર કરે છે, જેના લીધે બેસી રહેવાથી પણ આ સમસ્યા લોકોને હેરાન કરતી હોય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તેનાથી બચવાનો કોઈ ઉપાય શોધી રહ્યા છો.
તો આજના આ લેખને અંત સુધી વાંચજો. કારણ કે આજે અમે તમને એવા ઘણા ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે સાંધાના દુખાવાથી કાયમી ધોરણે રાહત મેળવી શકો છો.
જો તમને સાંધાનો દુખાવો હેરાન કરી રહ્યો હોય અથવા કમરના દુખાવાની સમસ્યા પરેશાન કરી રહી હોય તો તમારે સૌથી પહેલા દૂધમાં સુંઠ ઉમેરીને તેને પી લેવી જોઈએ. જેનાથી કમરનો દુખાવો દૂર થાય છે.
સાથે સાથે તમને શરીરના અન્ય દુખાવાથી પણ આરામ મળી શકે છે. જો તમે આંકડા ના પાન ને બંને બાજુ એરંડીયાનું તેલ લગાવી જ્યાં દુખાવો થતો હોય ત્યાં ગરમ કરીને લગાવી દો તો પણ આરામ મળી શકે છે.
કમરના દુખાવામાં સરગવો અને બદામના તેલની માલિશ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાતે સુતી વખતે ગરમ પાણીમાં હળદર ઉમેરીને પીવાનું શરૂ કરી દેવામાં આવે તો પણ કમરના દુખાવાથી આરામ મળી શકે છે.
જો તમે લસણની પેસ્ટ બનાવી લો છો અને તેને કમર પર લગાવી ટુવાલ મારફતે ગરમ પાણીમાં નીચોવી શેક કરો છો તો પણ તમને આરામ મળે છે.
જો તમને કમરનો દુખાવો વધુ પ્રમાણમાં હેરાન કરી રહ્યો હોય તો તમારે આદુની પેસ્ટ બનાવી લેવી જોઈએ અને અસરગ્રસ્ત જગ્યાએ લેપ સ્વરૂપે લગાવી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારો કમરનો દુખાવો દૂર થઇ જાય છે.
દરરોજ સવારે ઊઠીને યોગાસાન કરવાથી પણ કમરના દુખાવાથી આરામ મળે છે. વળી ખજૂરને ગરમ પાણીમાં ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી લેવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો પણ કમરનો દુખાવો દૂર થઇ શકે છે.
જો તમે મેથીના દાણાને પાણી સાથે મિક્સ કરીને પી લો છો તો પણ કમરના દુખાવાથી આરામ મળે છે. જો તમને શિયાળામાં કમરના દુખાવાની સમસ્યા હેરાન કરી રહી હોય તો તમારે બાવળનો ગુંદર ખાવાની ટેવ પાડી દેવી જોઈએ તેનાથી દુખાવાની સમસ્યામાં આરામ મળે છે અને કમરનો દુખાવો દૂર થઇ શકે છે.