કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય અને સાંધાનો દુખાવો મટાડવા ખાઈ લો આ ફળ

મિત્રો પાકા કેળાનો ઉપયોગ તો દરેક ઘરમાં થતો હોય છે. પાકા કેળાને ફળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પાકા કેળા પોષ્ટિક ગુણથી ભરપુર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કાચા કેળા પણ પાકા કેળા જેટલા જ ગુણકારી હોય છે ?

ખબર ન હોય તો જણાવી દઈએ કે કાચા કેળા પણ ફાયબર, વિટામીન સી, બી 6, પ્રોવિટામિન-એ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, જસત સહિતના પોષકતત્વો ધરાવે છે.

કાચા કેળાનું સેવન કરવાથી ઘણા રોગથી બચી શકાય છે. તેમાં કેટલાક ગુણધર્મો એવા છે જે કેન્સર થવાના જોખમને પણ ઘટાડે છે. કાચા કેળાથી થતા લાભ કેન્સરને રોકવામાં અસરકારક સાબિત થાય છે.

મિત્રો એક સંશોધન અનુસાર કાચા કેળા માં રોગપ્રતિકારક શક્તિ સુધારતો સ્ટાર્ચ હોય છે. જે આંતરડાના કેન્સરનું જોખમ ઓછું કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વધી જાય તો હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. તેવામાં કાચા કેળા તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

કાચા કેળામાં પોટેશિયમ સૌથી વધુ હોય છે આ ઉપરાંત તેમાં વિટામિન બી 6, વિટામીન સી હોય છે જે જઠરાગ્નિના રોગ જેમકે કબજિયાત, હરસ, ઝાડાથી બચાવે છે.

કાચા કેળાનું સેવન કરવાથી શરીરને મોટાભાગની ગંભીર સમસ્યાઓ સામે લડવાની શક્તિ મળે છે અને તેના લક્ષણોને પણ તે ઘટાડે છે.

કાચા કેળાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ભૂખને નિયંત્રણમાં રાખે છે અને વજન પણ કંટ્રોલમાં કરે છે. તેમાં ફાયબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી વજનમાં ઘટાડો થાય છે.

કાચા કેળામાં વિટામિન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પુરતા પ્રમાણમાં હોય છે જે હાડકા, દાંતને મજબૂત બનાવે છે અને સાથે જ સાંધાના દુખાવાને પણ દુર કરે છે. એક રિસર્ચ અનુસાર કાચા કેળામાં એમિનો એસિડ હોય છે જે મગજમાં થતા રાસાયણિક પરિવર્તનને સંતુલિત કરવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસના દર્દીઓએ કાચા કેળાનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. તેના નિયમિત ઉપયોગથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલો સ્ટાર્ચ અને ફાયબર લોહીમાં સુગર લેવલ કંટ્રોલમાં કરે છે.

કાચા કેળામાં ખનિજ, મિનરલ્સ અને વિટામીન હોય છે જે શરીરને ઊર્જા પુરી પાડે છે અને સાથે જ પેટના કૃમિને પણ દૂર કરે છે. કાચા કેળાનું સેવન કરનારને ક્યારેય પાચન સંબંધિત સમસ્યા થતી નથી.

જે લોકોને ઝાળામાં કે ઉલટીમાં લોહી આવતું હોય કે હરસની તકલીફ હોય તેમણે પણ કાચા કેળા ખાવા જોઈએ. તેમના માટે કાચા કેળા દવા જેવું કામ કરે છે.

તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાચા કેળાનો રસ ઉમેરી બરાબર ઉકાળો. 20 મિનિટ પછી તેને ઠંડુ કરી અને પી જવું. આ રીતે દિવસમાં ત્રણ વખત આવું પાણી પીવાથી શરીર નિરોગી રહે છે. તમે સ્વાદ માટે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!