દોસ્તો આપણી આસપાસ જોવા મળતી ઘણી વસ્તુઓ સોના કરતાં પણ કીમતી હોય છે. સોના કરતાં પણ કીંમતી રૂપિયાની દ્રષ્ટિએ નહીં પરંતુ સ્વાસ્થ્યને થતા લાભની દ્રષ્ટિએ. આવી જ એક વસ્તુ છે એલોવેરા એટલે કે કુંવારપાઠું.
આ વસ્તુ સરળતાથી મળી જાય છે અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો તેના લાભથી અજાણ હોય છે. આજે તમને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.
એલોવેરામાં શરીરની અનેક બીમારીઓને મટાડવાની શક્તિ છે. તેનાથી પેટની બીમારીઓ મટે છે અને સાથે જ તે ત્વચા, વાળ, હૃદયને પણ હેલ્ધી રાખે છે. જેમને વારંવાર એસીડીટી થતી હોય તેમના માટે એલોવેરા જ્યુસ ખુબ લાભકારી છે.
એલોવેરા જ્યુસ એન્ટી ઈન્ફ્લેમેટરી છે. તેના કારણે પેટના રોગ મટે છે. વર્ષો જુની કબજિયાતથી પણ એલોવેરા જ્યુસ ફાયદો કરે છે. રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે.
જેમનું વજન વધારે હોય અને ઝડપથી વજન ઘટાડવું હોય તેમણે રોજ એક ગ્લાસ એલોવેરા જ્યુસ પીવું જોઈએ. વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ જ્યુસ પીવાનું રાખવું.
એલોવેરા જ્યુસ દાંત માટે પણ ગુણકારી છે. તેમાં રહેલા એન્ટી માઈક્રોબ્રાયલ દાંતમાં રહેલા સૂક્ષ્મ જીવને મારવાનું કામ કરે છે. તેનાથી મોંમાંથી આવતી દુર્ગંધ પણ દુર થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા આવે છે.
એલોવેરા જ્યુસમાં રહેલા મિનરલ્સ અને વિટામીન શરીરને સ્ફુર્તિવાન બનાવે છે. તેનાથી શરીરમાં શક્તિ આવે છે. તેમાં રહેલા ગુણધર્મો ત્વચા માટે એન્ટી ફંગલ અને મોઈશ્ચરાઈઝિંગ તત્વ જેવું કામ કરે છે. એલોવેરા જેલનો ઉપયોગ પણ ત્વચા માટે લાભકારી છે.
એલોવેરા જ્યુસનું સેવન નિયમિત કરવાથી લોહીની ઊણપ દુર થાય છે. તેનાથી શરીરને ખતરનાક બીમારી સામે લડવાની તાકત મળે છે. તેને રોજ ખાલી પેટ પીવાથી વજન પણ ઘટે છે અને પેટની ગરમી દુર થાય છે જેના કારણે મોંના ચાંદા મટે છે.
એલોવેરાનું જ્યુસ ઘરે બનાવવા માટે એલોવેરાના પાનમાંથી તેનો ગર્ભ કાઢી અને તેના ટુકડા કરી તેને ક્રશ કરી લેવા. તેમાં થોડું લીંબુ મીઠું, આદુ ઉમેરી બરાબર મિક્સ કરો અને પછી તેમાં થોડું પાણી ઉમેરી જ્યુસ તરીકે તેનું સેવન કરો.
એલોવેરા નું આ જ્યુસ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ખૂબ જ લાભકારી છે. તેનાથી ઉનાળામાં થતી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ દુર થાય છે.