પેટનો ગમે તેવો ગેસ ઘરે બેઠા મટી જશે કરી લેજો આ ઈલાજ

દોસ્તો આજના સમયમાં અનિયમિત ભોજન શૈલી અને બહારના ભોજનનું સેવન કરવાની લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ એટલે ગેસ, કબજિયાત, અપચો વગેરેનો સામનો કરવો પડે છે ત્યારે તે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ બની જાય છે. જે લોકોની પાચનશક્તી નબળી હોય છે તેવા લોકોને આ પ્રકારની સમસ્યાઓ સૌથી વધારે હેરાન કરતી હોય છે.

આ સિવાય મોટી ઉંમરના લોકો પણ પેટમાં ગેસ થવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પોતાના ભોજન યોગ્ય રીતે ચાવીને ખાવું જોઈએ, જેથી કરીને બધો જ ખોરાક યોગ્ય રીતે પચી જાય અને પેટમાં ગેસ બનવાની સમસ્યા થતી નથી.

આ સાથે તમારા ભોજનમાં હલકો ખોરાક લેવો જોઈએ. એનાથી તે ખોરાક આસાનીથી પચી જાય છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને જણાવી દઈએ કે વિવિધ પ્રકારની દાળ એટલે કે મઠ, ચણા, મસૂર, મગ વગેરેનું સેવન કરવાથી વાયુ ઉત્પન્ન થાય છે, જેના લીધે જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારના કઠોળ થી અંતર બનાવીને જ રાખવું જોઈએ.

જે લોકો રાતે મોડા સુધી જાગતા રહે છે તેવા લોકોના શરીરમાં પણ વાયુ નું પ્રમાણ વધી જાય છે અને વાયુનો પ્રકોપ વધવાને કારણે પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ વાયુનો પ્રકોપ વધી જતો હોય છે.

જે લોકો વધુ પ્રમાણમાં કડવા પદાર્થોનું અથવા વધુ પ્રમાણમાં તીખા પદાર્થોનું સેવન કરે છે તેવા લોકોના શરીરમાં પણ વાયુ નું પ્રમાણ વધવા લાગે છે. તેથી હંમેશા કોઈપણ વસ્તુનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ, જેનાથી તમારે પેટ સાથે જોડાયેલા રોગોનો સામનો કરવો પડશે નહીં.

આ સાથે તમારે ચોમાસામાં હલકો ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકોની પાચનક્રિયા ધીમી હોય તેવા લોકોએ તો હંમેશા હલકો ખોરાક ખાવો જોઈએ. વળી પેટમાં ગેસ ન બને તે માટે વધુ પ્રમાણમાં હસ્તમૈથુન કરવું જોઈએ નહીં, કારણ કે તેનાથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે અને તમારી શારીરિક શક્તિનો નાશ પામે છે.

જો તમે ભોજન કર્યાના તરત જ બેસીને કામ કરવા લાગો છો તો પણ પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. તેથી તમારે હંમેશા ભોજન કર્યાના થોડા સમય પછી ચાલવા માટે જવું જોઈએ અને ત્યારબાદ જ કામ પર બેસવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કે તમને જણાવી દઈએ કે તમારે વધુ પ્રમાણમાં ચાલવું જોઈએ નહીં કારણ કે તેનાથી પણ પેટમાં વાયુ ઉત્પન્ન થાય છે. જે લોકોને વધુ પ્રમાણ ગુસ્સો આવે છે તેવા લોકોને પણ ગેસની સમસ્યા રહેતી હોય છે.

વળી જો તમે દિવસ દરમ્યાન એક્ટિવ રહેવા માંગતા હોય અને પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ક્યારે બપોરની ઊંઘ લેવી જોઈએ નહીં. કારણ કે તેનાથી કબજિયાત થાય છે અને ગેસની સમસ્યા પણ હેરાન કરે છે.

તમારે એક સાથે વિરૂદ્ધ પ્રકારના ભોજનનું સેવન કરવું જોઈએ નહીં એટલે કે દૂધ સાથે ડુંગરી, લસણ સાથે ખાટા ફળ વગેરે વગેરે. કારણ કે આ પ્રકારના વિરુદ્ધ ભોજન કરવાથી પેટમાં ગેસ બની શકે છે.

હવે ચાલો આપણે પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરીએ. જો તમે આ ઉપાયોથી અપનાવી લેશો તો તમે અવશ્ય ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

જો તમને ગેસની સમસ્યા રહેતી હોય તો તમારે લીંબુ પાણીનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને પેટમાં ગેસ બનવાની સમસ્યા થતી નથી. વળી જે લોકો પોતાના ભોજનમાં કાકડીનું વધુ પ્રમાણમાં સેવન કરે છે તેવા લોકોને પણ પેટમાં ગેસ બનતો નથી.

તેથી તમારે કાકડીને પોતાના ભોજનમાં સલાડ સ્વરૂપે સામેલ કરવી જોઈએ. જો તમને પેટ સંબંધી તકલીફ રહેતી હોય તો તમારે દહીંનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારી પાચનક્રિયા સુધરી જાય છે અને તમારું શરીર પણ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે.

વળી જે લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યા નો સામનો કરતા હોય તેવા લોકોએ ઠંડા દૂધમાં સેવન કરવું જોઈએ. જેનાથી પેટમાં એસિડનું નિર્માણ થતું નથી અને વાયુ પ્રકોપ પણ વધતો નથી. જેનાથી ગેસની સમસ્યામાં આરામ મળે છે. જે લોકોને બળતરાની સમસ્યા થઈ રહી હોય તેવા લોકોએ પણ ઠંડા દૂધમાં સેવન કરવુ જોઈએ.

તમે નાળિયેર પાણીનું સેવન કરીને પણ પેટ ને આરામ આપી શકો છો અને ગેસ એસીડીટી સમસ્યાથી કાયમી ધોરણે છુટકારો મેળવી શકો છો. હકીકતમાં નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે જે પેટમાં ગેસ બનવાની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!