ફક્ત દસ મિનિટમાં પેટ નો કચરો સાફ કરી લેવો હોય તો કરી લો આ અકસીર ઉપાય

અનિયમિત જીવનશૈલી અને ફાસ્ટફુડ તેમજ તેલ, મસાલાવાળા ભોજનના કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. ઘણા રોગ એવા હોય છે જેમાં દવા લીધા વિના ચાલતું નથી.

તેથી દવા લેવી પણ જરૂરી થઈ જાય છે. પરંતુ કેટલાક રોગ એવા છે જેમાં જો સમયસર ઘરગથ્થુ ઉપચાર કરી લેવામાં આવે તો રોગને કાયમી ધોરણે દુર કરી શકાય છે.

અવારનવાર થતા અને ખૂબ સતાવતા રોગમાંથી એક છે પેટના રોગ. પેટના રોગ શરીરમાં અન્ય બીમારીને પણ આમંત્રણ આપે છે. પેટના રોગમાં સૌથી વધારે ફરિયાદ હોય છે કબજિયાત, એસીટીડી અને ગેસની. આ તકલીફો પાચન સાથે જોડાયેલી છે. ભોજનનું પાચન બરાબર ન થાય ત્યારે આ તકલીફો થાય છે. અને શરીરમાં રોગ વધે છે.

જો તમને પણ પેટ સંબંધિત આ તકલીફો હોય તો આ ઘરેલું ઉપાય તમને ખૂબ મદદ કરશે. કોઈપણ જાતની આડઅસર વિના આ ઉપાય તમારી તકલીફને દુર કરશે. તો ચાલો જાણીએ કયા કયા છે આ ઉપાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કબજિયાતની તકલીફ હોય તો રાત્રે સુતા પહેલા આ ઉપાય કરવો. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એરંડીયું ઉમેરી બરાબર હલાવી પી જવું. સવારે જાગો તેની 10 જ મિનિટમાં પેટ સાફ આવી જશે.

જો મળ ત્યાગ કરતી વખતે સમસ્યા થતી હોય ત્યારે પણ આ પીણું પી શકાય છે. તેના કારણે આંતરડામાં જામેલું મળ પણ છુટુ પડી નીકળી જાય છે. અને કબજિયાતમાંથી કાયમી મુક્તિ મળે છે.

જેનું પેટ બરાબર સાફ ન આવતું હોય તેને વારંવાર ગેસ, અપચો થાય છે. તેણે પણ આ પીણું પીવું જોઈએ. તેનાથી કબજિયાત સહિતની તકલીફો મટે છે. આ એક કારગર ઉપાય છે. જેનો પ્રયોગ કર્યાની સાથે જ તમને તેની અસર દેખાશે.

જો કબજિયાત હોય તો શરીરમાં કોઈને કોઈ બીમારી આવતી જ રહે છે. તેથી જરૂરી છે કે કબજિયાતનો ઈલાજ તુરંત કરવામાં આવે. જો પેટ સાફ આવી જાય તો બધા રોગથી શરીર મુક્ત થઈ જાય છે. તેથી આ ઉપાય કરવાથી તમને તુરંત આરામ મળશે. કબજિયાત ઘણા સમયથી હોય તો સપ્તાહમાં 3 વખત આ પાણી પીવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!