દોસ્તો આપણા શરીરમાં વિવિધ પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે, જે આપણા શરીરને વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે બળ આપતા હોય છે પરંતુ જ્યારે શરીરમાં અમુક પ્રકારના પોષક તત્વોની કમી ઊભી થાય છે ત્યારે આપણે ચોક્કસ પ્રકારની બીમારીનો સામનો કરતા હોઈએ છીએ. જો આપણે શરીરમાં રહેલા મહત્વના પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ સૌથી ઉપર સ્થાન ધરાવે છે.
હા, આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે આપણા હાડકા નબળા પડવા લાગે છે અને હાડકા સાથે જોડાયેલા રોગો જેમ કે સાંધાના દુખાવા, આર્થરાઇટિસ, સંધિવા વગેરેનો સામનો કરવો પડતો હોય છે.
આવામાં જો આપણે ઘૂંટણના દુખાવા વિશે વાત કરીએ તો તે ખૂબ જ પીડાદાયક હોય છે અને તેના લીધે ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
જો તમે પણ ઉપરોક્ત જણાવેલ વિવિધ પ્રકારની હાડકાં સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપાય કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
હકીકતમાં આપણા આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો વિશે વાત કરવામાં આવી છે, જેનો અમલ કરીને તમે આસાનીથી હાડકા સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવી શકો છો.
આવામાં જો તમને સાંધાના દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો તમારે સૌથી પહેલા મેથીનો પાવડર લઇને તેમાં પાણી ઉમેરી લેવું જોઇએ અને તેને બરાબર મિક્સ કરીને ડ્રીંક બનાવી લેવું જોઈએ.
ત્યારબાદ તેનું દરરોજ બપોરે અને રાતે સૂતી વખતે સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી તમે સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.
આજ ક્રમમાં તમે મેથીના દાણા, હળદર અને આદુને સમાન માત્રામાં લઈને સાથે પીસી લો અને તેને તવા પર શેકી લો. ત્યારબાદ તેનો પાવડર બનાવી નવશેકા પાણીમાં તેને મિક્સ કરી સેવન કરો.
જો તમે આ પ્રકારના ડ્રીંક નું સેવન કરશો તો તમને સાંધાના દુખાવામાં ચોક્કસ રાહત મળી જશે અને તમે આરામથી હાડકાં સંબંધિત રોગોથી છુટકારો મેળવી શકશો.
જો તમે લીમડો અને એરંડાના તેલ મિક્સ કરીને ઘૂંટણ અને જ્યાં દુખાવાની સમસ્યા થઈ રહી હોય ત્યાં લગાવો છો તો પણ તમને રાહત મળી શકે છે.
આ સાથે જો તમને હાથ ઉપર સોજો આવ્યો હોય તો પણ રાહત મળે છે. જો તમે કોઈ કારણસર ઉપર જણાવવામાં આવેલ ઉપાય કરી શકતા નથી તો તમે નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો.
આ માટે તમારે નાળિયેર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ, જેનાથી તમારા શરીરમાં કેલ્શિયમની માત્રા સંતોષી શકાશે અને તમારે દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ સાથે તમારા ઘૂંટણ પણ યોગ્ય રીતે કાર્ય કરવા લાગશે.