આ ભયંકર ગરમીમાં તમારું માથું ખુબ જ દુખતું હોય તો આ ઉપાયથી તરત જ મટી જશે

દોસ્તો આજના આધુનિક સમયમાં લોકો વિવિધ પ્રકારની બીમારીનો સામનો કરતા હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિને બીમારી હેરાન કરે છે ત્યારે તેનાથી છુટકારો મેળવવા માટે તે ડોક્ટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરતો હોય છે. જેનાથી વ્યક્તિને તરત જ આરામ પણ મળી જાય છે.

પરંતુ વારંવાર ડોક્ટર ની દવા નો ઉપયોગ કરવાથી લાંબા સમયે શરીરને નુકસાન થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને પોતાના શરીરને સ્વસ્થ બનાવવાની કોશિશ કરવી જોઈએ.

જોકે આયુર્વેદિક દવાઓ નો ઉપયોગ કરવાથી આડઅસર વિના તમને રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાની સમસ્યા એટલે કે માઈગ્રેનથી સમસ્યાથી આરામ મેળવવાના કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ સાથે માથાનો દુખાવો કયા કયા કારણોસર થાય છે તેના વિશે પણ અમે સચોટ માહિતી આપવાના છીએ. તો આજ ના આ લેખને અંત સુધી વાંચજો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજકાલ મોટાભાગના લોકોને માથાના દુખાવાની સમસ્યા હેરાન કરી રહી હોય છે. વળી માથાનો દુખાવો શરૂ થાય છે ત્યારે વ્યક્તિને ઊંઘવામાં તકલીફ પડે છે સાથે સાથે કોઈ પણ કાર્ય કરવા માટે પણ મન લગાવી શકતો નથી. તેથી માથાના દુખાવાથી તાત્કાલિક ધોરણે આરામ મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે.

આજના આધુનિક સમયમાં બદલાતા જીવન અને ખરાબ જીવનશૈલીના લીધે લોકો માઇગ્રેનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સાથે બજારના ભોજન અને તળેલી ચીજો વસ્તુઓનું સેવન કરવાથી પણ માઈગ્રેનની સમસ્યા લોકોને સૌથી વધારે હેરાન કરી રહી છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને માઈગ્રેનની સમસ્યા અને માથાના દુખાવાથી આરામ મેળવવા કેટલાક ઘરેલૂ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને તમે ઘરબેઠા આડઅસર વિના ઉપયોગ કરી શકો છો અને માથાના દુખાવાની સમસ્યાથી આરામ મેળવી શકો છો.

જો આપણે માથાનો દુખાવો થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો અચાનક વાતાવરણમાં બદલાવ થવો, લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવું, વાતાવરણમાં ફેરફાર થવો, વધુ પ્રમાણમાં ઘોંઘાટ યુક્ત વાતાવરણ માં રહેવું, પૂરતી ઊંઘ ના લેવી, જમણા પડખે વધારે સમય સુધી ઊંઘી રહેવું, બહારનું ભોજન કરવું, પેટ ખાલી રહેવું, વધારે પ્રમાણમાં ઉપવાસ કરવા, વધારે પ્રમાણમાં કાર્ય કરવું વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે.

તેથી તમારે આ બધા કારણોથી બચવા નો શક્ય હોય ત્યાં સુધી ઉપાય કરવો જોઈએ. વળી ઘણી વખત કબજીયાતની સમસ્યાને કારણે પણ માથાનો દુખાવો હેરાન કરી રહ્યો હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કબજિયાતની સમસ્યા ન થાય તેની કાળજી લેવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો આપણે માથાનો દુખાવો દૂર કરવાના ઉપાય વિશે વાત કરીએ તો તમારે બદામના તેલને દસ મિનિટ સુધી માથા પર લગાવીને માલિશ કરવી જોઈએ.

ત્યારબાદ ચંદનને પાણીમાં ઘસીને લેપ કરી માથા પર લગાવી દેવો જોઈએ. આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી આરામ મળે છે અને માથામાં ઠંડક પહોંચે છે.

વળી માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે આમળાના પાઉડર, સાકર અને ઘી ને સમાન માત્રામાં લઈને મિક્સ કરી લો અને તેનું સેવન કરો. જેનાથી માથાનો દુખાવો દૂર થાય છે. વળી એક કપ પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને પી લેવામાં આવે તો પણ માથાનો દુખાવો દૂર કરી શકાય છે.

જો તમે ઠંડા દૂધમાં સુંઠ ઉમેરી તેને નાકમાં ટીપા સ્વરૂપે ઉમેરો છો તો પણ માથાનો દુખાવો દૂર થઇ શકે છે. જે લોકો માથાના દુખાવાની વધુ પ્રમાણમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તેવા લોકોએ અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી તુલસીનો રસ સમાન માત્રામાં લઈને પીવો જોઇએ, જેનાથી માથાનો દુખાવો દૂર થઇ શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!