આ ચૂર્ણ લેશો દરેક રોગો માટે જવાબદાર વાત,પિત્ત અને કફ થઇ જશે કંટ્રોલ

આજના સમયમાં જેઓ 80 વર્ષના છે અને સારું સ્વાસ્થ્ય ધરાવે છે તેવા વડીલોને જો તમે પૂછો કે તેમની તંદુરસ્તીનું રહસ્ય શું છે તો જવાબમાં સુદર્શન ચૂર્ણ અચૂક સાંભળવા મળશે.

સુદર્શન ચૂર્ણ એકદમ કડવું હોય છે તેથી આજના સમયમાં યુવાનોને તે ખાવું પસંદ નથી પરંતુ વડીલો વર્ષોથી સુદર્શનની ફાકી લેવા ટેવાયેલા હોય છે તેથી જ તેમને આ ઉંમરે પણ ડાયાબિટીસનો રોગ થતો નથી.

જે લોકો સુદર્શન ચૂર્ણ નો ઉપયોગ કરે છે તેઓ ફક્ત તેને તાવ ની દવા સમજીને તેનો ઉપયોગ કરે છે પરંતુ સુદર્શન ચૂર્ણ ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. સુદર્શન ચૂર્ણ શરીરના ત્રણેય દોષોને મટાડે છે.

સુદર્શન ચૂર્ણ લેવાથી તાવ, ધાતુની તકલીફ, સન્નીનિપાત, મનની પીડા, પ્રમેહ, તરસ, ઉધરસ, શ્વાસ, પાંડુરોગ, હૃદયરોગ, કમળો, શૂળ, ગોઠણ ના દુખાવા, પડખાના દુખાવા મટે છે. આ પ્રકારના દરેક દુખાવાને મટાડવા માટે સુદર્શન ચુર્ણ પાણી સાથે પીવું જોઈએ. સુદર્શન ચૂર્ણ પીવાથી શરીરની દરેક પ્રકારની વ્યાધિ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સુદર્શન ચૂર્ણમાં કરિયાતુ અને કડું ઉપરાંત લીમડાની અંતરછાલ, ભોરીંગણી, પિત્તપાપડો, મોથ, કાળો, વાળો, વાવણીગ વગેરે કડવા દ્રવ્ય હોય છે. આ બધી જ વસ્તુઓ તાવને મટાડે છે. તાવનું મુખ્ય કારણ પિત્તનો પ્રકોપ હોય છે. સુદર્શન પીવાથી કબજિયાત પણ મટે છે.

સુદર્શન ચૂર્ણ માં હળદર, સૂંઠ, મરી, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઇન્દ્રજવ વગેરે પણ હોય છે જે તાવ ઉતારવામાં મદદ કરે છે. આ બધી વસ્તુઓ ના કારણે સુદર્શન ચૂર્ણ સ્વાદમાં કડવું લાગે છે. તેથી જ મોટાભાગના લોકો તેને ટાળે છે. પરંતુ આ કડવાશના કારણે તે શરીરના દરેક પ્રકારના તાવ અને સમસ્યાઓને દૂર કરે છે.

જો વારંવાર તાવ આવતો હોય તો આ ચૂર્ણ બેથી ત્રણ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત લેવું જોઈએ. જો તેનો સ્વાદ વધારે જ કડવો લાગતો હોય તો રાત્રે 100 ગ્રામ પાણીમાં 5 ગ્રામ સુદર્શન ચૂર્ણ ઉમેરી ને પાણી ઉકાળીને તેને ઢાંકી દો. સવારે આ પાણીને ગાળીને પી જવું.

સુદર્શન ચૂર્ણમાં 54 ઔષધીય દ્રવ્યો હોય છે જેના મિશ્રણથી આ ચૂર્ણ બને છે. આયુર્વેદનું એક ઉત્તમ ઔષધ છે. સુદર્શન ચૂર્ણ માત્ર તાવ માટે જ નહીં પરંતુ શરદી, માથાના દુખાવામાં, અજીર્ણમાં, મેલેરિયામાં, ચિકનગુનિયામાં પણ લઇ શકાય છે. તમે સુદર્શન ચૂર્ણ ઘરે પણ બનાવી શકો છો.

આ ચૂર્ણ ઘરે બનાવવું હોય તો તમને હરડે, બહેડાં, આમળાં, હળદર, કટેરી, કપૂર, સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, મુર્વા, ગળો, ધમાસો, કુટકી, પિત્તપાપડો, નાગરમોથ, ત્રાયમાણ, વાળો, નીમછાલ, પુષ્કરમૂળ, જેઠીમધ, કુડાની છાલ, અજમો, ઇન્દ્રજવ, ભારંગી, સહીજનના બીજ, વચા, તજ, ચંદન, અતિવિષ, ખરેટીના મૂળ, શાલપર્ણી, વાવડિંગ, પૃષ્ણપર્ણી, ટગર, ચિત્રકમૂળ, દેવદારુ, ચવ, પટોલપત્ર, જીવક, ષભક, લવિંગ, વંશલોયન, કમળ, કાકોલી, તમાલપત્ર અને કરિયાતુંની જરૂર પડશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!