સામાન્ય લાગતી આ વસ્તુ ખાઈ લેશો તો કબજિયાત મટી જાય છે, શરીરની બધી ગરમી પણ નીકળી જશે

મિત્રો હરડે વિશે તમે પણ સાંભળ્યું હશે જ. હરડેનો ઉપયોગ દવા તરીકે અલગ અલગ રોગમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. હરડે ત્રિફળામાં પણ હોય છે. હરડે શરીર માટે અમૃત સમાન ઔષધી છે. તેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. તેનાથી શરીરને અદ્ભુત ફાયદા થાય છે.

આજે તમને હરડે કેવી રીતે ખાવાથી શરીર રોગમુક્ત રહે છે તે જણાવીએ. હરડે નિયમિત રીતે ખાવાથી અનેક બીમારીઓ દુર થાય છે. એટલે કે હરડે શરીરની બીમારીને દુર કરવાની સાથે નવી બીમારીને શરીરમાં પ્રવેશ કરતાં પણ રોકે છે.

જો કોઈને સતત શરદી-ઉધરસ રહેતા હોય અથવા તો માથાનો દુખાવો રહેતો હોય તેણે હરડેનું ચૂર્ણ કરી અને તેને દૂધમાં ઉમેરીને પીવું જોઈએ. તેનાથી આ તકલીફો મટે છે.

ઘણા લોકોને બેઠાળુ જીવનશૈલીના કારણે કબજિયાત રહે છે. તેમના માટે પણ હરડે અકસીર દવા છે. હરડે કોઈ દવા કરતાં પણ વધારે ઝડપથી અસર કરે છે. તેના માટે હરડેના ચૂર્ણમાં ગુલકંદ ઉમેરી તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ ખાવાથી કબજિયાત મટે છે. સાથે જ પેટના કૃમિનો પણ નાશ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે તેમણે હરડેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી અને તેને ચાંદા પર લગાવવી જોઈએ. તેનાથી મોઢાના ચાંદા તુરંત મટે છે.

જે લોકોને શરીરમાં બળતરા કે સોજાની સમસ્યા રહેતી હોય તેમણે અચૂક હરડે ખાવી જોઈએ. તેના માટે 3 હરડેને પાણીમાં પલાળી દેવી. ત્યારબાદ તેને ઉકાળી આ ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળો પીવાથી ઈજા થઈ હોય તો તેનો ઘા જલદી રુઝાય છે અને સાંધાના દુખાવા જેવી તકલીફ પણ રાહત મળે છે.

જેમને ભુખ ઓછી લાગતી હોય અથવા તો જેમને વધારે પ્રમાણમાં થાક લાગતો હોય, શરીરમાં નબળાઈ લાગતી હોય તેમણે નિયમિત રીતે હરડે ચાવીને ખાવી જોઈએ. હરડે ખાવાથી ભૂખ ઉઘડે છે અને અશક્તિ પણ દુર થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!