ભૂલથી પણ આ વસ્તુઓને ફ્રિજમાં મૂકીને ન વાપરતા, નહીં તો ઝેર કરતા પણ વધારે નુકશાન કરશે

દોસ્તો ફ્રીઝ હવે દરેક ઘરની મહત્વની અને પાયાની જરૂરીયાતમાંથી એક વસ્તુ છે. દરેક ઘરમાં ફ્રીઝ તો હોય જ છે. ફ્રીઝનો ઉપયોગ દૂધ, શાકભાજી, ફળ અને અન્ય વસ્તુઓને રાખવા માટે કરવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓ ફ્રીઝમાં રાખવાથી તે લાંબા સમય સુધી ખરાબ થતી નથી અને તાજી રહે છે.

પરંતુ ઘણી વખત આપણે એવી ભુલ કરીએ છીએ જે કરવી જોઈએ નહીં. એટલે કે ફ્રીઝમાં સાચવવા, ઠંડુ કરવા કેટલીક એવી વસ્તુઓને મુકી દઈએ છીએ જેને ક્યારેય ઠંડી કરીને ખાવી જોઈએ નહીં. આવી વસ્તુઓને ફ્રીઝમાં રાખીને ખાવાથી તે ફાયદાને બદલે નુકસાન કરે છે.

આવી વસ્તુઓ સ્વાસ્થ માટે ઝેર સમાન બની જાય છે. આજ સુધી તમે પણ અજાણતા આવી ભુલ કરી હશે પરંતુ આજ પછી આવું ન થાય તે માટે જણાવી દઈએ કે કઈ કઈ વસ્તુઓ છે જેને ઠંડી કરીને ખાવી જોઈએ નહીં.

આ વસ્તુઓ ફ્રીઝમાં મુકીને ખાશો તો મજા તો આવશે પરંતુ તે શરીરમાં જઈને સ્વાસ્થ્યને ખરાબ કરશે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓને ફ્રીઝમાં મુકીને ખાવી જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેળા – સૌથી પહેલા છે કેળા. કેળા ગરમ પ્રદેશમાં ઉગે છે. તેવામાં તમે તેને સામાન્ય વાતાવરણમાં રાખશો તો તે 3,4 દિવસ સુધી ખરાબ થશે નહીં. પરંતુ જો તમે તેને ફ્રીઝમાં રાખો છો તો તે ઝડપથી ખરાબ થાય છે. કેળા ફ્રીઝમાં રાખશો તો તે કાળા થવા લાગશે. તે ખરાબ થઈ જાય છે અને ફ્રીઝમાં રાખેલા કેળા ખાવાથી નુકસાન પણ થાય છે.

સંતરા – ફ્રીઝમાં સંતરા પણ રાખવા જોઈએ નહીં. મોટાભાગના લોકોને સંતરાનો ઠંડો જ્યુસ પીવો હોય ત્યારે ફ્રીઝમાં તેને રાખી દેતા હોય છે. પરંતુ આ રીતે ઠંડા કરેલા સંતરા લાભને બદલે નુકસાન કરે છે. સંતરામાં સિટ્રિક એસિડ હોય છે જે ફ્રીઝની ઠંડકમાં ખરાબ થવા લાગે છે. તેથી સંતરાને ઠંડા કરીને ખાવા જોખમી થઈ જાય છે.

સફરજન – સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હવે તો સફરજન બારેમાસ મળે છે. શિયાળામાં તો લોકો તેને બહાર રાખે છે પરંતુ ઉનાળામાં અને ચોમાસામાં તે લાંબા સમય સુધી તાજા રહે તે માટે તેને ફ્રીઝમાં રાખે છે.

પરંતુ સફરજનને ફ્રીઝમાં રાખવાથી તેમાં રહેલું એન્જાઈમ ખરાબ થવા લાગે છે. જો જરૂરી હોય તો પણ સફરજનને કાગળમાં બાંધીને ફ્રીઝમાં રાખવું. પરંતુ સારુ એ જ છે કે સફરજનને તમે ફ્રીઝમાં રાખ્યા વિના જ ખાઓ.

એવોકાડો – એવોકાડોમાં ફેટી એસિડ હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે તેને ફ્રીઝમાં રાખશો તો તેનું બહારનું પળ કઠોર બની જશે અને અંદરનો ભાગ ખરાબ થવા લાગશે. ફ્રીઝમાં રાખેલું એવોકાડો ખાવાથી નુકસાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!