આ ઉપાયથી ફક્ત 2 મિનિટમાં ગમે તેવો દાંતનો દુખાવો મટી જશે

મિત્રો જો તમને પણ કોઈપણ કારણથી દાંતમાં દુખાવો રહેતો હોય તો આજ પછી તમારી આ સમસ્યાનો અંત આવી જવાનો છે. તમને દાંતનો દુખાવો હવે નહીં સતાવે. જ્યારે પણ દાંતનો દુખાવો થાય છે ત્યારે હાલ બેહાલ થઈ જાય છે.

ખાવા-પીવાનું તો દુર રહ્યું પણ વાતચીત કરવામાં પણ ખૂબ તકલીફ થાય છે. ત્યારે દાંતના દુખાવાથી પીડીત લોકો માટે આજે એક ઝડપથી અસર કરતો દેશી ઉપાય જણાવીએ.

આ દેશી અને ઘરેલું ઉપાય દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે અને સાથે જ ડોક્ટર પર થનાર ખર્ચ પણ બચાવે છે. એટલે કે દવાખાને ગયા વિના તમે દુખાવો દુર કરી શકો છો. દાંત આપણા શરીરનું મહત્વનું અંગ છે.

ઘણીવાર પેઢામાં સડો, દાંત હળવા, પેઢા નબળા પડી જવાના કારણે દાંતમાં દુખાવો રહે છે. આવી સમસ્યામાંથી કાયમી રાહત આ ઉપાય કરીને મેળવી શકો છો. તેનાથી દાંત અને પેઢા પણ મજબૂત થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પણ દાંત સંબંધિત બીમારી થાય છે ત્યારે અસહ્ય પીડા થાય છે. વાતચીત કરવામાં પણ તકલીફ થવા લાગે છે. ઘણી વખત શરીરમાં કેલ્શિયમની ખામી હોય છે ત્યારે પણ આ તકલીફ થાય છે. જો તમારા શરીરમાં પણ પુરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોય અને દાંત દુખવા, તુટવાની તકલીફ થવા લાગી હોય તો આ ઉપાય કરી શકો છો.

લસણ – દાંતનો દુખાવો દુર કરવા માટે લસણ અત્યંત લાભકારી છે. જે દાંતમાં દુખાવો હોય તેના ઉપર લસણની કળી રાખી તેને દબાવી રાખવાથી દાંતનો દુખાવો મટે છે.

બટેટા – બટેટાનો ઉપયોગ કરીને પણ તમે દાંતનો દુખાવો મટાડી શકો છો. તેના માટે બટેટાની છાલ ઉતારી તેની પાતળી સ્લાઈસ કરી અને દુખાવો થતો હોય તેના પર લગાવો. 20 મિનિટ પછી મોં સાફ કરી લેવું.

લીંબુ – લીંબુમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનાથી દુખાવો પણ મટે છે અને બેક્ટેરિયા પણ દુર થાય છે. તેથી લીંબુનો ટુકડો કરી અને દુખતા દાંત પર રાખવાથી દુખાવાથી રાહત મળે છે. આમ કરવાથી સડો પણ દુર થાય છે.

બરફ – જો અસહ્ય દુખાવો હોય તો દુખતા દાંત પર 20 મિનિટ સુધી થોડી થોડીવારે બરફનો શેક કરવો. તેનાથી દાંતનો દુખાવો દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સિંધાલુણ – દાંતમાં સડો હોય અને તેના કારણે દાંત દુખતા હોય તો સિંધાલુણ તમને રાહત આપી શકે છે. તેના માટે સિંધાલુણમાં સરસવનું તેલ મિક્સ કરી દાંત પર લગાવવાથી દુખાવો તુરંત મટે છે.

લવિંગ – દાંતના દુખાવા માટે લવિંગ અકસીર છે. તેના ઉપયોગથી દાંતનો દુખાવો મટાડી શકાય છે. સૌથી પહેલા લવિંગનો પાવડર કરી લેવો અને તેમાં લિંબુનો રસ ઉમેરી તેની પેસ્ટ બનાવી દાંત પર લગાવવી.

ફટકડી – દાંતનો દુખાવો દુર કરવા માટે ફટકડીનો પાવડર કરી દુખતા દાંત પર દબાવવાથી રાહત મળે છે.

કપૂર – દુખતા દાંતમાં તુરંત રાહત કપૂર આપે છે. કપૂર દાંતમાં સડો વધારતા બેક્ટેરિયાને દુર કરે છે. સાથે જ સ્નાયૂને મજબૂત બનાવે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!