મોઢામાં ગમે તેવી ચાંદી પડી હોય કે ગરમી નીકળી હોય કરી લો આ ઉપાય

મિત્રો જેમને કબજિયાત રહેતી હોય તેમને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. આજના સમયમાં તો દર ત્રીજા વ્યક્તિને સમસ્યા હોય છે કે તેમનું પેટ સાફ આવતું ન હોય. તેવામાં વારંવાર મોઢામાં ચાંદી પડી જાતી હોય છે.

જ્યારે મોઢામાં ચાંદી પડે છે ત્યારે ખાવા પીવામાં તકલીફ થવાની સાથે બોલવામાં પણ સમસ્યા થાય છે. આ સમસ્યાથી થોડીવાર રાહત મળે તે માટે લોકો જમતા પહેલા જેલ કે અન્ય દવા લગાવી લેતા હોય છે. પરંતુ આજે તમને મોઢાના ચાંદા મટાડવાનો દેશી ઈલાજ જણાવીએ.

કબજિયાત થાય એટલે આમ તો શરીરમાં ઘણા રોગ ઘર કરી જાય છે પરંતુ સૌથી પહેલા થાય છે મોઢામાં ચાંદા. પેટ સાફ ન આવે તેની નિશાની આ ચાંદા હોય છે. તેવામાં આ ચાંદાથી ઝડપથી મુક્તિ મેળવવા માટે તમે ચણોઠીનો ઉપયોગ કરી શકો છો. મોઢામાં પડતી ચાંદી માટે આ સૌથી અસરકારક ઈલાજ છે.

જ્યારે પણ મોઢામાં ચાંદા પડે તો દવા લેવાને બદલે ચણોઠીના પાન મોઢામાં મુકી અને ધીમે ધીમે તેને ચાવો. તેમાંથી જ રસ નીકળે તેને મોઢામાં ફેરવવો. થોડીવાર કંઈક બોલવું નહીં અને આ રસને મોઢામાં રહેવા દેવો. ત્યારબાદ લાળ પાડી દેવાથી ચાંદી મટે છે. આ સાથ જ જો કબજિયાત રહેતી હોય તો તેને મટાડવાનો રસ્તો પણ કરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને કબજિયાત મટે નહીં તો વારંવાર મોઢામાં ચાંદી પડતી જ રહે છે. તેથી સૌથી પહેલા જરુરી છે કે કબજિયાતનો કાયમી ઉપાય કરવામાં આવે. કારણ કે કબજિયાત રહેશે તો મોઢામાં વારંવાર ચાંદા પડતા જ રહેશે.

જો તમારે મોઢામાં પડતા ચાંદાથી કાયમી મુક્તિ મેળવવી હોય તો જરૂરી છે કે તમારા આંતરડા સ્વસ્છ રહે અને તેમાં જામતો કચરો મળ વાટે બહાર નીકળી જાય. તેના માટે દિવેલ અચૂક ઈલાજ છે.

તેના વડે તમે કબજિયાતથી મુક્તિ મેળવી શકો છો. આ એક દેશી નુસખો છે જેને કરવાથી તમને તુરંત રાહત મળશે. તેના માટે સવારે ચા પીતી વખતે તેમાં એક ચમચી દિવેલ ઉમેરી દેવું. આમ કરવાથી પેટમાં જામેલો મળ નીકળી જાય છે.

જે લોકો વર્ષોથી કબજિયાતની તકલીફ ધરાવે છે તેમણે સવારે અને સાંજે એમ બે વખત દિવેલ પીવું જોઈએ. નિયમિત આ રીતે કરવાથી કબજિયાતથી કાયમી મુક્તિ મળે છે અને સાથે જ મોઢામાં ચાંદા પડતા પણ મટે છે. જે લોકો સવારે ચા ન પીતા હોય તેઓ ગરમ પાણીમાં દિવેલ ઉમેરીને પી શકે છે.

આમ કરવાથી આંતરડામાં જામેલો મળ નીકળી જાય છે અને કબજિયાતથી મુક્તિ મળે છે. આ સિવાય પેટ પણ બરાબર સાફ આવે છે. જેના કારણે ચાંદા પડતા પણ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!