આ ઉપચાર કરશો તો ગમે તેટલું કામ કરીને કે દોડીને પણ થાક નહીં લાગે

વર્તમાન સમયમાં ઘરમાં અને બહાર બધે જ વ્યક્તિને માનસિક તાણ અને ચિંતાનો સામનો કરવો પડે છે. તેવામાં સતત ચિંતા અને વિચારો માણસને થકાવી દે છે. વ્યક્તિ સતત થાક અને તણાવ અનુભવે છે.

આ સ્થિતિમાં ઘણા લોકો હતાશ થઈ જાય છે. તો વળી કેટલાક શારીરિક રીતે નબળા પડવા લાગે છે જેના કારણે થોડા કામ અને દોડધામ પછી પણ તેને થાક લાગે છે.

આ સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે તમને આ સમસ્યાનો રામબાણ ઈલાજ જણાવીએ. તમને એવા દેશી ઈલાજ વિશે જણાવીએ જેને કરવાથી શરીરની નબળાઈ, આળસ, થાક બધું જ ચપટી વગાડતા દુર થઈ જશે. આ દેશી ઈલાજ કરવાથી કોઈ નુકસાન થતું નથી. થાય છે માત્ર લાભ.

તમે પણ અળસી વિશે તો સાંભળ્યું જ હશે. અળસીનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. કારણ તે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ અળસી શરીરને સ્ફુર્તી પણ આપે છે. અઠવાડિયામાં બે વાર અળસી ખાવાથી શરીર તરોતાજા અને ઊર્જાવાન રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે અળસીને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ખાવી જોઈએ. પલાળેલી અળસી ખાવાથી શરીરનો થાક, નબળાઈ બધું જ દુર થાય છે. જો તમે થોડુ કામ કરીને પણ થાક અનુભવતા હોય તો આ ઉપાય પણ કરી શકો છો.

તેના માટે પતાશામાં વડનું દૂધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી અશક્તિ દુર થાય છે. આ સાથે જ હાર્ટ પણ હેલ્ધી રહે છે.

માનિસક થાક અને અશાંતિને દુર કરવા માટે એક કપ દૂધમાં જેઠીમધનું ચૂર્ણ ઉમેરી પીવાથી થાક દુર થાય છે. આ સિવાય ખસખસ પણ તમને રાહત આપે છે.

ખસખસમાં એવા ગુણધર્મ હોય છે જે શરીરના મેટાબોલિઝમની સાથે મગજને પણ સ્ફુર્તિ આપે છે. તેના માટે ખસખસને પાત્રે પાણીમાં પલાળી સવારે તેમાં મધ ઉમેરી પીવી જોઈએ.

આ ઉપાય કર્યા પછી તમે અનુભવશો કે શરીરમાં પહેલાની જેમ થાક લાગતો નથી. આ સિવાય સવારે જાગીને બે કેળા ખાઈ લેવાથી કે જમવાની સાથે કેળા ખાવાથી દિવસ આખો શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જમ્યા પછી બે ચમચી ઘીમાં એક ચમચી મધ ઉમેરીને પીવાથી ખાધેલું ભોજન બરાબર પચે છે અને આળસ પણ આવતી નથી. આ સિવાય રોજ સવારે ખજૂર અથવા ફણગાવેલા મગ ખાવાથી પણ લાભ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!