જમતી વખતે આ વસ્તુ લેશો તો આખી જિંદગી એટેક નહીં આવે

સતત સ્ટ્રેસના કારણે ઘણા લોકોને નાની ઉંમરમાં કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ થવા લાગે છે. આ બીમારીઓ ક્યારેક જીવનું જોખમ ઊભું કરી દેતી હોય છે.

આવું થવાનું કારણ અનિયમિત જીવનશૈલી અને પૌષ્ટિક આહારનો અભાવ હોય છે. લોકો જંકફુડનું સેવન વધારે કરે છે જેના કારણે આવી તકલીફ નાની ઉંમરે થઈ જાય છે.

બિનઆરોગ્યપ્રદ આહારના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય છે જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. વળી તેના કારણે ગંભીર રોગ પણ થાય છે. શરીરમાં ગુડ અને બેડ એમ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે.

આ સ્થિતિને ભોજનમાં નાનકડો ફેરફાર કરીને બદલી શકાય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ભોજનમાં લેવાથી હાર્ટ એટેકના જોખમથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સફરજન અને ખાટા ફળમાં પેક્ટિન હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને દુર કરે છે. સાથે જ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. તેના કારણે હૃદય રોગ દુર કરવામાં મદદ મળે છે.

જાંબુ અને બેરી ફ્રુટ જેવા કે સ્ટ્રોબેરી, બ્લુબેરી લેવાથી પણ શરીરમાં પેક્ટિન મળે છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

એવોકાડો ભોજન સાથે લેવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે. તેમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

પાલકની ભાજી ખાવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ દુર થાય છે. તેમાં નાઈટ્રેક એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને દુર કરે છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ રહેતું નથી. આ સિવાય લીલા શાકભાજી પણ લેવા જોઈએ. તેનાથી હાર્ટની સમસ્યા થતી નથી.

ભીંડા ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે. તમે ભીંડાનું પાણી પણ પી શકો છો. તેના માટે રાત્રે ભીંડાને પાણીમાં પલાળી દેવા. સવારે તેના પાણીને ગાળીને પી જવું. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રીંગણા મોટાભાગના લોકોને ભાવતા નથી પરંતુ તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. સાથે જ પાચનતંત્ર પણ સુધરે છે. તેના કારણે હાર્ટ પ્રોબ્લેમ મટે છે.

દાળ અને ઓટ્સ હાર્ટને હેલ્ધી રાખે છે. તેમાં પ્રોટીન, ફાયબર બીટા ગ્લુટેન હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. તેનાથી શરીરને પ્રોટીન, વિટામીન મળે છે જે બેડ કોલેસ્ટ્રોલને દુર કરે છે. તેનાથી હાર્ટ હેલ્ધી થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!