જમ્યા પછી એક ચમચી લઈ લો આ વસ્તુ બધું ખાધેલુ તાત્કાલિક પચી જશે

જમ્યા પછી ઘણા ઘરમાં લોકો મુખવાસ તરીકે વરીયાળી ખાતા હોય છે. વરિયાળી નો ઉપયોગ રસોઈમાં પણ કરવામાં આવે છે. મુખવાસ તરીકે ખવાય વરિયાળીમાં ઔષધીય ગુણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. વરીયાળી ખાઈ લેવાથી અન્નનળી બરાબર સાફ થાય છે અને ભોજનનું પાચન થાય છે.

વરિયાળીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ઝિંક, વિટામિન ઈ જેવા ખનિજ તત્વો હોય છે. વરીયાળી શરીરના ત્રિદોષનો નાશ કરે છે અને રુચિ વર્ધક પણ છે. જમ્યા પછી એક ચમચી વરિયાળી નું સેવન કરી લેવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

1. વરીયાળી ફાઈબરથી ભરપૂર હોય છે જેના કારણે તે પાચન સુધારે છે. વરિયાળીને શેકીને ભોજન પછી મુખવાસ તરીકે ખાવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. અને પેટના રોગ જેવા કે કબજિયાત, ગેસ, એસિડિટી વગેરે થતા નથી.

2. વરિયાળી બદામ અને સાકર ને સમાન માત્રામાં લઈને વાટી લેવું. આ પાવડરને જમ્યા પછી લેવાથી યાદશક્તિ સુધરે છે. એક ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં મિક્સ કરીને પીવાથી રાત્રે ઊંઘ સારી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. જો વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય તો વરીયાળી પલાળેલા પાણીથી કોગળા કરવાથી રાહત થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીને ઉકાળેલી લેવી. હવે આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વખત કોગળા કરવા.

4. વરિયાળીનું સેવન કરવાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે વરિયાળી અને સાકરને સમાન માત્રામાં લઈને પીસી લેવા. આ પાવડરને સવારે અને સાંજે એક એક ચમચી લેવાથી શરીરની નબળાઈ દુર થાય છે.

5. ચહેરા પર થયેલા ખીલને દૂર કરવા માટે પણ વરિયાળી ઉપયોગી છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉમેરીને તેને બરાબર ઉકાળો. હવે આ પાણી ઠંડુ થાય ત્યાર પછી તેને ચહેરા પર લગાવો. આમ કરવાથી ચહેરા પરના ખીલ સહિતની સમસ્યાઓ દૂર થાય છે.

6. નિયમિત વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી પણ ઉતારે છે. દિવસમાં બે વખત હુંફાળા પાણી સાથે વરિયાળી નો પાઉડર લેવાથી વજન ઘટે છે.

7. વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જે મોઢાના બેક્ટેરિયાનો નાશ કરે છે તેના કારણે વરિયાળીનું સેવન કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. વરિયાળી સૂકા ધાણા અને સાકરને સમાન માત્રામાં લઈને પીસી લેવા. આ મિશ્રણને સવાર-સાંજ લેવાથી માથાનો દુખાવો મટે છે.

9. ઉધરસને દૂર કરવામાં પણ વરીયાળી મદદરૂપ થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પાણીને ગાળી લો. પાણી હૂંફાળું હોય ત્યારે તેમાં એક ચમચી મધ ઉમેરીને પી લેવાથી ઉધરસમાં રાહત થાય છે.

10. જેને એસીડીટી રહેતી હોય તેણે અડધા ગ્લાસ ઠંડા દૂધમાં એક ચમચી વરિયાળી નો પાઉડર ઉમેરીને પી જવાથી એસીડીટી દૂર થાય છે. જો જમ્યા પછી ખાટા ઓડકાર આવતા હોય તો વરીયાળી ને પાણીમાં ઉકાળી તેમાં સાકર ઉમેરીને પી લેવું.

11. જો હાથ અને પગમાં સતત બળતરા થતી હોય તો વરીયાળી અને કોથમીરને સરખા પ્રમાણમાં લઇને વાટી લેવું. જમ્યા પછી આ મિશ્રણને 5 ગ્રામ સાકર સાથે લઇ લેવાથી બળતરા મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!