સરગવો ઔષધીય ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ વિવિધ બિમારીઓ થઈ શકે છે. સરગવામાં પ્રોટીન એમિનો એસિડ કેલ્શિયમ પોટેશિયમ કાર્બોહાઇડ્રેટ વિટામિન એ વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ગુણના કારણે જ તે અનેક બીમારીઓમાં ઉપયોગી સાબિત થાય છે.
સરગવાના જાળવી દરેક વસ્તુ ઔષધ તરીકે કામ આવે છે. જેમ કે સરગવાની છાલ, તેના પાન, તેના મૂળ, તેમાંથી નીકળતો ગુંદર અને સરગવાની સિંગ. આજે તમને સરગવા ના ઉપયોગ થી બનતો એક આયુર્વેદિક પાવડર બનાવવાની રીત જણાવીએ. આ પાવડરનો ઉપયોગ તમે વિવિધ બીમારી માં દવા તરીકે કરી શકો છો.
આ પાવડરમાં સરગવાની સિંગો અને પાન બંને નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે સરગવાના પાન અને સિંગ ને બરાબર સાફ કરીને તડકામાં સૂકવી લેવી આ બન્ને વસ્તુ સુકાઈ જાય પછી તેને પાવડર કરી કાચની બરણીમાં ભરી લેવું. ત્યાર પછી આ પાવડરને પાણી કે દૂધ સાથે પીવાનો હોય છે.
1. સરગવામાં જે પોષક તત્વો હોય છે તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સરગવાના પાવડર ને દૂધ સાથે લેવું. આ ઉપરાંત સરગવાની છાલને પાણીમાં ઘસીને તેના થોડા ટીપાં નાકમાં નાખવાથી ટાઈફોડ તાવ ઉતરે છે.
2. સરગવાના પાન માં પોલિફેનોલ્સ હોય છે જે એન્ટી કેન્સર અને એન્ટી ટ્યૂમર ગુણ ધરાવે છે. આજ કારણે આ પાઉડર કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ રાહત આપે છે. લીવરના કેન્સરની બિમારીમાં સરગવાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે.
3. સરગવામાં આયર્નનું પ્રમાણ પણ ખૂબ જ સારું હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી એનિમિયા દૂર થાય છે. સરગવાનું સેવન કરવાથી શરીરમાં નવું લોહી બને છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ પણ સુધરે છે.
4. જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય છે તેમણે પણ સરગવાની સિંગ નો ઉપયોગ કરવો જોઈએ. સરગવાની સિંગ નો ઉકાળો બનાવીને પીવાથી શરીરમાં જામેલી ચરબી દૂર થાય છે. તેના માટે સિંગ ના નાના ટુકડા કરીને પાણીમાં ધીમા તાપે ઉકાળી લેવું. પાણી અડધું બચે ત્યારે તેમાં ધાણાજીરુ અને હળદર ઉમેરીને સવારે ખાલી પેટ તેને પી જવું.
5. સરગવાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો પણ મટે છે. સાંધાના દુખાવા હોય ત્યારે સરગવાની સિંગ માં રહેલા બીજનું તેલ કાઢીને તેનાથી માલિશ કરવાથી રાહત થાય છે. સરગવાનું ગુંદર કાઢીને તેનો લેપ કરવાથી ગઠીયો વા મટે છે.
6. સરગવામાં એન્ટી ડાયાબીટીક હોય છે જે બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસને સમસ્યામાં રાહત મળે છે.
7. સરગવાનું સેવન કરવું આંખ માટે પણ ફાયદાકારક છે. સરગવામાં બીટા કેરોટીન હોય છે જે આંખનું તેજ વધારે છે.
8. સરગવામાં પોટેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે જેનાથી તે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તેણે ભોજનમાં સરગવા નો સમાવેશ કરવો જોઈએ.
9. સરગવાનું સેવન કરવાથી પેટની તકલીફો પણ દૂર થાય છે. સરગવાનાં પાનને પાણી સાથે વાટીને તેને ગરમ કરી લેપ તૈયાર કરવો. આ લેપને લગાડવાથી પેટનો દુખાવો, કબજિયાત, આંતરડાના કીડા દૂર થાય છે.
10. થાઇરોઇડની તકલીફ માં પણ સરગવાની સિંગ લાભકારી છે. જેમને થાઈરોઈડ ગ્લેન્ડ સક્રિય હોય તેમણે સરગવાની સિંગ ખાવી જોઈએ તેનાથી થાઇરોઇડનું સ્ત્રાવ ઓછો થઈ જાય છે.