કોલેસ્ટ્રોલ ઓછું કરવા સાથે કોઈપણ ઇજા ના ડાઘા દૂર કરવામાં ઉપયોગી છે આ વસ્તુ

મિત્રો આજની દોડધામ ભરેલી જીંદગીમાં દર 5માંથી 3 વ્યક્તિને કોઈને કોઈ બીમારી હોય જ છે. આ બીમારીઓમાંથી મુક્તિ મેળવવી મુશ્કેલ હોય છે. કારણ કે આપણી જીવનશૈલી એવી હોય છે કે તે આ બીમારીઓમાં વધારો કરે છે.

જો કે જીવનશૈલીને બદલી ન શકાય તો પણ કેટલીક આદતો પણ બદલવી જરુરી છે. જો સમયસર કેટલાક ફેરફાર કરવામાં આવે તો કેટલીક બીમારીઓને દુર કરી શકાય છે. અને દવા પર થનારા હજારોના ખર્ચને બચાવી શકાય છે.

ઘણી વખત ન ઈચ્છતા હોવા છતાં આપણે દવા પર ખર્ચ કરવો પડે છે. તેના કારણે આર્થિક નુકસાન સાથે શરીરને પણ ઘણી આડઅસરનો સામનો કરવો પડે છે. તેવામાં દેશી ઈલાજ મદદરુપ થઈ શકે છે.

આ દેશી ઈલાજ કરવાથી કોઈ આડઅસર વિના શરીરને નિરોગી બનાવી શકાય છે. આજે તમને આવા જ દેશી ઈલાજ વિશે જણાવીએ જેને કરવામાં વધારે ખર્ચ નહીં થાય અને તે તમારા દવાના ખર્ચને પણ બચાવશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફુદીનો તમે પણ ઘરમાં લાવતા જ હશો. આ ફુદીનો સુગંધમાં એવો હોય છે કે તેની સુગંધ મન પ્રફુલ્લિત કરી દે છે. આ ફુદીનાના ઔષધીય ગુણ શરીરને પણ નિરોગી કરી દે છે. જ્યારે પણ પેટ સંબંધિત સમસ્યા હોય ત્યારે ફુદીનો લેવાથી તુરંત આરામ મળે છે.

ફુદીનો ઠંડો હોય છે તેનાથી પેટના રોગ જેવાકે ગેસ, અપચો, કબજિયાત, એસીડીટી, હેડકી આવવી વગેરે દૂર થાય છે. તેના માટે રોજ સવારે ફુદીનાનું સેવન કરવું.

જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. તેવામાં બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ ફુદીનો ઉપયોગી છે. તેનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ વધતું અટકે છે.

ત્વચા પર ખીલ કે ડાઘ વગેરેની સમસ્યા હોય તો ફુદીનાની પેસ્ટને ચહેરા પર લગાવો. તેનાથી ઠંડક મળશે અને ખીલની તકલીફથી પણ રાહત થશે. આ સિવાય કોઈ ઈજાના કારણે નિશાન પડી ગયું હોય ત્યારે પણ ફુદીનાનો રસ તેના પર લગાવી શકાય છે. તેનાથી નિશાન દુર થાય છે. અને ઝડપથી રુઝાઈ પણ જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!