મિત્રો આજના સમયમાં દિવસ-રાત વ્યક્તિને મહેનત કરવી પડે છે. પરંતુ તેમ છતાં તેમનું જીવન બેઠાડું હોય છે. એટલે કે તેઓ કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરતા હોય છે. આ સાથે જ તેઓ બહારનો ખોરાક વધારે લેતા હોય છે.
સાથે જ ઊંઘ પણ પૂરતી થતી નથી. પરિણામે તેની અસર શરીર ઉપર થવા લાગે છે. મોટાભાગના લોકો આ દુર્લભ છે પોતાના શરીરની કાળજી લેવામાં બેદરકારી રાખે છે.
સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કારણે લોકો પોતાના ઉપર ધ્યાન આપતા નથી અને શરીરમાં કેટલીક બીમારીઓ થઈ જાય છે. આ બીમારીઓ પ્રત્યે ધ્યાન દેવામાં આવે તો બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.
આવી જ તકલીફ છે સાંધાના દુખાવાની. સાંધાના દુખાવા, ગોઠણ ના દુખાવા કે હાડકાના દુખાવા હોય તો દૈનિક કાર્યો પણ નિયમિત રીતે થઈ શકતા નથી. કોઈપણ કામ ઝડપથી પૂરું કરી શકાતું નથી. સાંધાના દુખાવા ની દવા પણ લેવામાં આવે તો તે થોડો સમય અસર કરે છે પછી સ્થિતિ હતી તેમ થઈ જાય છે.
ત્યારે આજે સાંધાના દુખાવાથી કાયમી મુક્તિ અપાવતા આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીએ. વધતી ઉંમરની સાથે હાડકા પણ નબળા પડે છે તેથી જ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કારણ કે ઉંમર વધે ત્યારે શરીરમાં કેલ્શિયમ બંધ થાય છે જેના કારણે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો શરીરને મળતા નથી અને સાંધાના દુખાવા થવાની શરૂઆત થાય છે.
સાંધાના દુખાવાને જડમૂળમાંથી દૂર કરવો હોય તો સૌથી શ્રેષ્ઠ ઉપાય યોગ છે. યોગ કરીને સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. યોગ કરવાથી દવા પર થતો લાખોનો ખર્ચ પણ બચી જાય છે.
યોગ ભારતની પ્રાચીન રીત છે, તે કોઈ પણ સમસ્યાને જડમૂળ થી નાબૂદ કરવા માટે સક્ષમ છે. આજે તમને સાંધાના દુખાવા એટલે કે આર્થરાઇટિસ માટેનું એક ઉપાય જણાવીએ. આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કારણ કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.
તેના માટે સૌથી પહેલાં એક કપ ગરમ પાણીમાં બે ચમચી મધ ઉમેરવું. હવે આ મિશ્રણમાં એક ચમચી તજનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે આ રીતે આ મિશ્રણ તૈયાર કરીને દિવસમાં ત્રણ વખત પીવાનું છે.
આ મિશ્રણ ને સવાર, બપોર, સાંજ, એમ ત્રણ ટાઈમ પીવાથી ગમે તેવો સાંધાનો દુખાવો હશે તો તે પણ દવા વિના મટી જશે. આ ઉપાય શરૂ કર્યાના એક મહિનાની અંદર જ ૪૦ ટકા જેટલો દુખાવો તો દૂર થઈ જશે.