ઘરે બેઠા સંધિવાનો દુખાવો મટાડવો હોય તો કરો આ ઉપાય

આજે તમને સંધિવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. સંધિવામાં સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. તેના કારણે હાથ, પગના સાંધા જેમકે ઘુટણ, ઘુંટી, કાંડા, કોણી, ખભામાં દુખાવો રહે છે.

સંધિવાને દુર કરવા દવા તો ઘણા લોકો ખાતા હશે પરંતુ સંધિવાને ઘરગથ્થુ ઈલાજથી કેવી રીતે મટાડવું તેના વિશે આજે તમને જણાવીએ. આ ઉપાય એવા છે જેને તમે નિયમિત 30 દિવસ સુધી કરશો તો સંધિવાના દુખાવા કાયમ માટે મટી જશે.

1. આ ઉપાય કરવા માટે તમારે કાકડીના બીજ લેવાના છે. જેને માલ ગાંગળી પણ કહેવાય છે તે લેવાનું છે. આ બીજ કોઈપણ આયુર્વેદિક સ્ટોરમાં મળી રહે છે. તેને રોજ 3 ગ્રામની માત્રામાં સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે લેવાથી સંધિવાનો દુખાવો 10 દિવસમાં જ દુર થાય છે.

2. ખાટી આંબલીના પાનમાં થોડું સિંધાલુણ ઉમેરી તેને વાટી સાંધાના દુખાવા પર લેપ કરવાથી રાહત થાય છે. આ ઉપાય સતત 30 દિવસ કરશો તો સંધિવાના દુખાવાથી છુટકારો મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. નાગોડના પાનનો રસ પીવાથી સંધિવા મટે છે. નાગોડના પાનનો રસ 5 મિલી ગ્રામ સવારે લેવાથી સંધિવા થોડા જ દિવસોમાં મટે છે.

4. કાચુ લસણ, સિંધવ મીઠું, સાકર સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવી અને ગાયના ઘી સાથે લેવાથી સંધિવા મટે છે.

5. સંધિવાને જળમૂળથી મટાડવા માટે 100 ગ્રામ કાચી કોબી અને 200 ગ્રામ દૂધને રોજ ખાવાથી આ દુખાવા એકદમ દુર થઈ જાય છે.

6. મેથી 100 ગ્રામ, 100 ગ્રામ રાઈ, 50 ગ્રામ સૂંઠ, 20 ગ્રામ લસણ અને 20 ગ્રામ હિંગને મિક્સરમાં દળી તેને 1 લીટર સિંગ તેલમાં ઉકાળો. તેલ અડધું બચે પછી તેને ઠંડુ કરી ભરી લો. હવે આ તેલથી એક મહિના સુધી દુખતા સાંધા પર માલિશ કરવી. તેનાથી ગમે તેવો જુનો વા હશે તે મટી જાય છે.

7. સરસવના તેલમાં સફેદ ડુંગળીનો રસ ઉમેરી અને દુખતા હોય તે સાંધા પર માલિશ કરવાથી સંધિવા મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. 20 દિવસમાં સંધિવાના દુખાવા મટાડવા હોય તો દેશી વડના દૂધને સંધિવા પર લગાવવાનું શરુ કરી દો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!