મિત્રો શરીરમાં જ્યારે કોઈ પણ ભાગમાં ગાંઠ થાય છે ત્યારે તેની સારવાર કરવી જરૂરી છે. જો તમે તે ગાંઠનો ઉપાય ન કરો તો તે કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે અને શરીરમાં વધારે વધવા લાગે છે. તેથી જ શરીરના કોઈપણ અંગ ઉપર રસોડી કે ગાંઠ દેખાય તો સાવધાન થઈ જવું.
જો પેટના કોઈ ભાગમાં સોજો આવે અથવા તો કોઈ ભાગ થોડો બહાર દેખાતો હોય તો શક્ય છે કે પેટમાં ગાંઠ બની હોય. આ ગાંઠ હર્નિયા, ટ્યુમર કે ચરબીની હોઈ શકે છે. આવી ગાંઠને ઓપરેશન વિના કાઢવા માટે ના ઉપાય આજે તમને જણાવીએ.
જ્યારે પેટમાં ગાંઠ થઈ હોય છે ત્યારે પેટમાં દુખાવો રહે છે, ગુદામાંથી લોહી નીકળે છે, કબજિયાત થાય છે અને વજન ઘટવા લાગે છે. પેટમાં ગાંઠ થવાનું કારણ હર્નીયા પણ હોઈ શકે છે. જો શરીરમાં ચરબીની ગાંઠ થઈ હોય તો તેને આ આયુર્વેદિક ઉપચાર કરીને દૂર કરી શકાય છે.
1. એરંડીયુ અને આંબા હળદર ની પેસ્ટ બનાવીને ચરબી ની ગાંઠ થઈ હોય તેના ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી માલિશ કરી સુકાવા દેવું. સતત સાત દિવસ સુધી આ કરશો એટલે તમે અનુભવશો કે તમારી ગાંઠ ઓગળી ગઈ છે.
2. આ ઉપરાંત ચુનો પણ ગાંઠને ઓગાળે છે. ઘઉંના દાણા જેટલો જૂનો રોજ સવારે પાણી સાથે લેવાથી થોડા જ દિવસોમાં ચરબી ની ગાંઠ ઓગળી જાય છે.
3. 30 ગ્રામ અળસી અને મેથીને શેકી તેનું ચૂર્ણ બનાવી લેવું. હવે જ્યારે તેને પીવાનું હોય ત્યારે એક કપ પાણીમાં એક ચમચી આ ચૂર્ણ ઉમેરીને ઉકાળવું. પાણી પડે ને 25 ટકા જેટલું રહે ત્યારે તેમાં બે ચપતિ સિંધવ મીઠું અને મરી પાઉડર ઉમેરીને તેનું સેવન કરી જવું.
4. જ્યારે માતાઓને પેટમાં રસોડી થાય છે ત્યારે માસિક અનિયમિત થઈ જાય છે અને માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થાય છે. સામાન્ય રીતે માસિક 28 33 દિવસે આવે છે પરંતુ આ સમય દરમિયાન 15 દિવસમાં પણ માસિક આવી શકે છે અને દસ દિવસ સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ખૂબ જ થાક અને નબળાઈ લાગે છે.
આવી સ્થિતિમાં આ ઉપાય કરવાની સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું. જેમકે એસિડ રીફલેક્શન નું કારણ બને તેવી વસ્તુઓ ન ખાવી જોઈએ.
આ ઉપરાંત વધારે ભારે વસ્તુઓ ન ઉપાડવી અને મળત્યાગ કરતી વખતે વધારે જોર પણ ન કરવું. આ સાથે જ જ્યારે તમને આ પ્રકાર ની તકલીફ ની ખબર પડે તો થોડો વ્યાયામ પણ કરવો.
સાથે જ રસોડી થયાની સાથે જ તેની સારવાર પણ કરાવવી જોઇએ. આ સમય દરમ્યાન વજન સંતુલિત રાખવું અને હળવો ખોરાક લેવો આ સિવાય વ્યસન હોય તો તેને પણ છોડી દેવું જોઈએ.