બદલાતા વાતાવરણમાં શરદી ઉધરસ થતી હોય તો હાલ જ કરી લો આ ઈલાજ

જે લોકો હવામાન પ્રત્યે સંવેદનશીલ હોય છે તેમને હવામાનના ફેરફાર થાય કે તુરંત જ શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો જેવી તકલીફો થાય છે. આ રીતે થતી વાયરલ તકલીફો માટે લોકો સીધા ડોકટર પાસે દોડી જાય છે અને દવા લઈને રાહત નો શ્વાસ લે છે.

પરંતુ આ પ્રકારની બિમારીઓમાં વારંવાર દવા લેવી શરીર માટે જોખમી છે. આવી તકલીફો માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ રોગને દૂર કરી શકો છો.

આજે તમને નિષ્ણાત ડોક્ટર દ્વારા જણાવેલા કેટલાક ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ. આ નુસખા અજમાવવાથી તમારી શરદી ઉધરસની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

આ ઉપાય કરવા માટે તમારે બહારથી કોઈ વસ્તુ પણ લાવવાની નથી. ઘરમાં જ રહેલી એક વસ્તુનો ઉપયોગ કરીને તમે શરદી ઉધરસ કફ ને કાયમ માટે દૂર કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોટાભાગના લોકોના મનમાં એક માન્યતા હોય છે કે સાકર ખાંડ ની જેમ મીઠી હોય છે તેથી તે શરદીને દૂર ન કરી શકે. પરંતુ આ એક ખોટી વિચારસરણી છે. સાકર ખાવાથી શરદી મટી શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ સાકરને લઈને એક ઉપાય જણાવ્યો છે. નિષ્ણાતો અનુસાર સાકર એક પ્રકારનું કુદરતી એજન્ટ છે જે શરીરની ઘણી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. ખાસ કરીને શરદી, ઉધરસ, કફ, ગળામાં ઇન્ફેક્શન વગેરે તકલીફો પણ સાકરના ઉપાયો અજમાવવા જોઈએ.

આયુર્વેદમાં પણ અલગ-અલગ ઉપાયોમાં સાકર નો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. પહેલાના સમયમાં સાકરને ખાઈને પેટના દર્દ દૂર કરવામાં આવતા. કારણકે સાકરનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. આ સાથે જ કબજિયાત, ગેસ, અપચો વગેરેથી પણ રાહત મળે છે.

ઘણાં લોકો એવું પણ માને છે કે સાકર ખાવાથી શરદી વધી જાય છે અને ડાયાબિટીસની શક્યતા પણ છે. પરંતુ આ પણ એક ખોટી માન્યતા છે સાકરમાં એવા ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. સાથે જ તે હીમોગ્લોબિન અને ઇન્સ્યુલીન લેવલને વધારે છે જેનાથી ડાયાબિટીસની સમસ્યા થતી નથી.

સાકર નો ઉપયોગ મોટાભાગે પ્રસાદી તરીકે ઘરમાં કરવામાં આવે છે પરંતુ તેનાથી શરદી ઉધરસ અને બંધ નાક ને તુરંત જ ખોલી શકાય છે. તેના માટે સાકર અને કાળા મરીને વાટી અને ઘી સાથે ઉમેરીને લેવું. આ સિવાય રોજ રાત્રે ભોજન કર્યા પછી એક ચમચી આ મિશ્રણને લઈ લેવું. આમ કરવાથી શરદી, ઉધરસ અને કફમાં રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!