આ ઉપાય કરશો તો વાત,પિત્ત અને કફ રહેશે કંટ્રોલમાં 100 થી વધારે રોગો નહીં થાય

મિત્રો ત્રિફળા વિશે આપણે સૌ જાણીએ છીએ કે તે એક મહાન ઔષધિ છે. ત્રિફળા ત્રણ ફળના મિશ્રણથી બને છે જેમાં આમળાં હરડે અને બહેડાનું સમાવેશ થાય છે. ત્રિફળાનું સેવન કરવાથી શરીરના ૫૦થી વધુ રોગ દૂર થઈ શકે છે. તેનું સેવન કરવાથી પુરુષોના જનેન્દ્રિય ના રોગ, સ્ત્રીઓના રોગ, સફેદ પાણી પડવું વગેરે તકલીફો પણ દૂર થાય છે. આજે તમને ત્રિફળા થી થતા લાભ વિશે વિગતવાર જણાવીએ.

1. જ્યારે માથાનો દુખાવો હોય ત્યારે ત્રિફળામાં હળદર અને ગળો મેળવીને પીવાથી માથાનો દુખાવો મટે છે. ત્રિફળા લેવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય ત્યારે શરીર ઘણા રોગો સામે લડી શકે છે.

2. જે લોકોને વારંવાર શરદી અને ઉધરસ થઈ જતા હોય અને ઘડીકમાં મોટા પણ ન હોય તો તેમણે પણ ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ.

3. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તેને ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ. ત્રિફળાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. બીપીના દરદીએ રાત્રે સૂતાં પહેલા દૂધ સાથે ત્રિફળા લેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. ત્રિફળા ખાવાથી કબજિયાતની બીમારી પણ મટે છે.. જેમને કબજિયાત રહેતી હોય તેમણે રાત્રે ગરમ પાણી સાથે ત્રિફળા ખાવું જોઈએ સવારે પેટ સાફ આવી જાય છે.

5. ત્રિફળા ચૂર્ણ રક્તને શુદ્ધ પણ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલા ખરાબ પદાર્થો બહાર નીકળી જાય છે અને રક્ત શુદ્ધ થાય છે. આ સાથે જ ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે.

6. જેને ડાયાબિટીસ હોય અને વારંવાર ડાયાબિટીસ વધી જતું હોય તેણે ત્રિફળાચૂર્ણ ખાવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ રોજ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવું જોઈએ તેનાથી બ્લડશુગર વધશે નહીં.

7. 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ અને ૨ ગ્રામ જેઠીમધ અને સવારે અને સાંજે પીવાથી લાભ થાય છે.

8. રાત્રે પાણીમાં પલાળી દેવું અને સવારે આ પાણી ને કપડાં વડે ગાડીને ત્રિફળાના પાણીથી આંખ સાફ કરવાથી આંખનું તેજ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

9. ત્વચા સંબંધિત રોગોમાં પણ ફાયદો કરે છે. રાત્રે પાણીમાં પલાળી ત્રિફળાથી ચહેરો સાફ કરવામાં આવે તો ચહેરા ઉપર ચમક આવી જાય છે. દિવસમાં બે વખત આ પાણીથી ત્વચા સાફ કરવાથી ખૂબ જ લાભ થાય છે.

10. 200 ગ્રામ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે પલાળી દેવું. પાણીને સવારે ઉકાડવું. પાણી અડધું બચે ત્યારે તેને ગાળી લેવું. આ પાણીમાં બે ચમચી મધ ઉમેરીને પીવાથી થોડા જ દિવસોમાં વજન વધવા લાગે છે.

11. જોતા માં દુખાવો હોય તો ત્રિફળા અને ગુગળને 4 અને 8 ગ્રામની માત્રામાં લઈને દરરોજ બે વખત તેનું સેવન કરવાથી દાંતના રોગ અને દુખાવો મટે છે.

12. ત્રિફળા માટે પણ એક ટોનિક જેવું છે. ત્રિફળામાં આમળાં હોય છે જે વાળના પીએચ સંતુલનને જાળવી રાખે છે અને વાળને સ્વસ્થ બનાવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!