આ વસ્તુના ઉપયોગથી શરીર પરના ગમે તેવા મસા દૂર થઈ જશે

ત્વચા ઉપર જો કોઈ ડાઘ પણ દેખાય તો ચિંતા થવા લાગે છે. તેવામાં જો શરીર ઉપર અને ખાસ કરીને ચહેરા અને આસપાસ મસા થઈ જાય તો સ્વાભાવિક છે કે તેને દૂર કરવા આપણે પ્રયત્ન શરૂ કરી દઈએ. મસાની અણગમતી સમસ્યામાંથી રાહત અપાવે એવા અસરકારક ઉપાયો આજે તમને જણાવીએ..

શરીર પર થયેલા અણગમતા મસાને એક જ દિવસમાં દૂર કરી શકાય છે. પરંતુ આ કામ કેવી રીતે કરવું તેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. એટલે જ તો મસા દૂર કરતી કામની વસ્તુને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. જોકે આજ પછી તમે આવું નહીં કરો.

કેળા એવું ફળ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણે સૌ કેળા ખાઈને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ કેળાની છાલ માં એવા ગુણ હોય છે જે આપણી શારીરિક અને માનસિક સમસ્યાઓને દૂર કરે છે.

જેમ કે જો તમને માથામાં દુખાવો રહેતો હોય તો કેળાનો ઉપયોગ કરી શકાય છે. માઇગ્રેન ના કારણે થતા દુખાવામાંથી પણ કેળાની છાલ રાહત આપે છે. તેના માટે કેળાની છાલને માથા પર મૂકી રાખવી. કેળાની છાલ માં પોટેશિયમ હોય છે જે દુખાવાથી રાહત આપે છે અને માનસિક શાંતિ આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એટલું જ નહીં દાંતને ચમકતા કરવા માટે પણ કેળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. જો દાંત પીળા પડી ગયા હોય તો તેને સફેદ કરવા માટે કેળાની છાલનો એક ટુકડો કરીને તેને દાંત પર ઘસવો. આ રીતે દાંતના રોગ પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે અને દાંત સફેદ થાય છે.

કેળાની છાલનું હેર માસ્ક તરીકે ઉપયોગ કરીને તમે તમારા ડ્રાય થયેલા વાળને સોફ્ટ અને સિલ્કી બનાવી શકો છો. એટલે કે કેળાની છાલને ફેંકી દેવાની ભૂલ ક્યારેય ન કરવી. વાળની સાથે કેળા ની છાલ ત્વચાને પણ મુલાયમ અને ચમકતી બનાવે છે.

જો તમને બ્લેક હેડ્સની સમસ્યા વધારે હોય તો કેળાની છાલથી તેને દૂર કરી શકાય છે. તેના માટે કેળાની છાલને મસળીને તેની પેસ્ટ બનાવી લેવી તેમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરી તેને બ્લેકહેડ્સ પર લગાવો. થોડીવાર પછી તેને સાફ કરો.

જો તમને ચહેરા પર ખીલ દેખાતા હોય તો કેળાની છાલ માં મધ ઉમેરીને પેસ્ટ બનાવી લેવી અને ખીલ પર લગાવવી આમ કરવાથી ખીલ પણ દૂર થશે અને ડાઘા પણ નહીં પડે. આંખ નીચે જોડાક્ષર થઈ ગયા હોય તો કેળાની છાલ ની પેસ્ટમાં એલોવેરા જેલ મિક્સ કરીને આંખની નીચે લગાડો થોડા જ દિવસોમાં ડાક સર્કલ દૂર થઈ જશે.

ત્વચા પર કરચલી દેખાતી હોય તો કેળા ની છાલની પેસ્ટમાં બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. ચહેરા પર થયેલા મસાને દૂર કરવા માટે કેળાની છાલને મસા હોય તે જગ્યા પર બે કલાક માટે બંધ રાખો. આ પ્રયોગ નિયમિત કરવાથી મસા દૂર થવા લાગશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!