આ ફળ ખાશો તો ઘરડા થવા છતાં પણ સાંધા નહિ દુઃખે

કેળા એવું ફળ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી આવે છે. ભાવમાં કેળા અન્ય ફળની સરખામણીમાં સસ્તા હોય છે પરંતુ કેળા ગુણકારી હોય છે. કેળા દરેક ઋતુમાં મળી આવે છે. પરંતુ 99 ટકા લોકો કેળાના એક ખાસ ગુણ અને ફાયદાથી અજાણ હોય છે.

કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. કેળામાં એવા પોષકતત્વો હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને શરીરની અનેક બીમારીઓને પણ દુર કરે છે.

નિયમિત એક કેળું ખાવાથી શરીરની વિવિધ પ્રકારની સમસ્યા દુર થાય છે અને રોજ લેવી પડતી કેટલીક દવાઓ તો બંધ જ થઈ જશે.

જે લોકો સતત થાક અનુભવતા હોય, જે લોકો વ્યાયામ કર્યા પછી નબળાઈ અનુભવે તેમણે કેળાનું સેવન કરી લેવું જોઈએ. તેના કારણે શરીરને પુષ્કળ પ્રમાણમાં એનર્જી મળે છે. જે આપણા શરીરને શક્તિ આપે છે અને થાક લાગતો નથી. આ સાથે જ તમે આળસથી પણ બચી જાઓ છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેળા મેગ્નેશિયમથી ભરપુર હોય છે. તેથી જો તમે રોજ એક કેળું ખાવ છો તો તે સરળતાથી પચી જાય છે. સાથે જ કેળાનું ફાયબર પેટના રોગથી પણ આપણને બચાવે છે. ભોજન સાથે કેળું કેવાથી મેટાબોલિઝમ સુધરે છે. જેના કારણે ગેસ, અપચો, કબજિયાત જેવી તકલીફો મટે છે.

જ્યારે ઝાડા થઈ જાય છે જ્યારે મળ સાથે પાણી શરીરમાંથી વહી જાય છે. તેથી ભોજનમાં કેળાનો સમાવેશ કરવાથી ડીહાડ્રેશનની તકલીફ થતી નથી. સાથે જ ઝાડા પણ મટે છે.

કેળામાં સોડીયમની માત્રા ઓછી અને પોટેશિયમ વધારે હોય છે જે બ્લડ પ્રેશરને કાબૂમાં કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

કેળાનું નિયમિત સેવન કરવાથી ત્વચા અને વાળ પણ સુંદર બને છે. કેળામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે. તેના કારણે ત્વચા પરના ડાઘ, ખીલ વગેરે દુર થાય છે.

કેળા ખાવાથી આંતરડામાં જન્મ લેતા બેક્ટેરિયા દુર થાય છે. આ બેક્ટેરિયા શરીર માટે હાનિકારક હોય છે જે દુર થઈ જવાથી શરીર સ્વસ્થ્ય રહે છે. સાથે જ આંતરડા સાફ રહે છે અને તેમાં કચરો જમા થતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!