રાત્રે ઊંઘ ના આવતી હોય તો દૂધ સાથે લઈ લો આ વસ્તુ, 5 મિનિટમાં ઘસઘસાટ ઉંઘ આવી જશે

સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી છે કે પૌષ્ટિક ભોજન કરવામાં આવે અને સાથે જ પુરતી ઊંઘ કરવામાં આવે. પુરતી ઊંઘ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

પરંતુ આજની દોડધામ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો ટેન્શનના કારણે બરાબર ઊંઘી શકતા નથી. તેથી તેમને અનિંદ્રાની તકલીફ થઈ જાય છે.

ઘણા લોકો રાત્રે ઊંઘ સમયસર આવે તે માટે અનૂકુળ વાતાવરણ ઊભું કરે છે, પથારીમાં પડ્યા રહે છે પરંતુ ઊંઘ આવતી નથી. તેથી તેમને ઘણીવાર દવા પણ લેવી પડે છે.

તેવામાં આ બીમારીને દવા વિના દુર કરાનો અકસીર ઈલાજ આજે જણાવીએ. આ ઈલાજ પહેલા દિવસથી જ અસર દેખાડવું શરુ કરી દેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય સ્વાદિષ્ટ પણ છે, જી હાં રોજ રાત્રે સારી અને ઝડપથી ઊંઘ આવે તે માટે તમારે રાત્રે સુતા પહેલા આ હેલ્ધી ડ્રીંકનું સેવન કરવું છે. આ ડ્રીંક તમને અનિંદ્રાની તકલીફથી બચાવે છે. આ ડ્રીંક બનાવવા માટે તમારે કાજૂની જરૂર પડશે.

આ ડ્રીંક પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેના કારણે અનિંદ્રા દુર થાય છે. જો તમે અનેક પ્રયત્ન કરીને થાકી ગયા હોય પણ ઊંઘ સમયસર આવતી ન હોય તો આ પીણું પીવાની શરુઆત કરી જ દો. આ પીણું પીવાથી તુરંત ઊઁઘ આવે છે.

આ ડ્રીંક બનાવવા માટે એક કપ દૂધ અને 4 કાજૂ અને જરૂર અનુસાર સાકર લેવી. કાજુને દૂધમાં 3 કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને દૂધ અને સાકર સાથે પીસી લેવા. આ દૂધને એક બાઉલમાં ગરમ કરવા મુકો. દૂધ ગરમ કરી ગેસ બંધ કરી દો. આ દૂધ હુંફાળુ ગરમ હોય ત્યારે જ પી જવું.

આ દૂધ પીવાથી તમારી અનિંદ્રાની સમસ્યા દુર થાય છે. કાજુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ સુકોમેવો છે. તેનું સેવન કરવાથી ત્વચાની કાંતિ પણ વધે છે.

કાજુનું સેવન કરવાથી પાચન પણ સારું રહે છે. કાજુમાં મેગ્નેશિયમ અને ઝીંક જેવા પોષકતત્વો હોય છે જે ઊંઘ માટે મદદગાર સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દૂધ અને કાજૂનો ઉપયોગ વર્ષોથી થતો આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. દૂધ અને કાજુ પીવાથી ઊંઘ સારી આવે છે. દૂધમાં એવા વિશેષ તત્વ હોય છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેથી જ તો રાત્રે સૂતા પહેલા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!