આ વસ્તુના ઉપયોગથી પાચનશક્તિ થઈ જશે મજબૂત, બીપી રહેશે કંટ્રોલમાં

સિંધવ મીઠું પથ્થર તરીકે મળી આવે છે પરંતુ આ નમક શરીર માટે અતિગુણકારી છે. આ મીઠામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ સામાન્ય મીઠા કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે.

તેમાં ઝિંક, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ, આયરન સલ્ફાઈટ, હાઈડ્રોજન સલ્ફાઈટ જેવા પોષક તત્વો હોય છે. જો તમે સામાન્ય મીઠાને બદલે આ મીઠું વાપરો છો તો તેનાથી ઘણા લાભ થાય છે.

સિંધવ મીઠું ખાવાથી પાચન સુધરે છે. આ મીઠામાં 65થી વધુ ખનીજ હોય છે. તેનાથી અનેક રોગ દુર થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ખનિજની ખોટ રહેતી નથી. સિંધવ મીઠું ખાવાથી કબજિયાત મટે છે અને ખોરાક ઝડપથી પચે છે.

સિંધવ મીઠામાં ડીંજેસ્ટન્ટ ગુણ હોય છે જે ગળાના બેક્ટેરિયાને શરીરમાંથી દુર કરે છે. તેનું સેવન કરવાથી કફની સમસ્યાથી રાહત થાય છે. તેનાથી ગળાનો દુખાવો મટે છે. સિંધવ મીઠાને હુંફાળા પાણીમાં ઉમેરી કોગળા કરવાથી ગળાનો દુખાવો અને કફ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનું નિયમિત સેવન કરવાથી સ્નાયૂનો દુખાવો મટે છે. જેમને સાયનસની તકલીફ હોય તે નિયમિત સિંધવ મીઠું લેવાનું રાખે તો ફાયદો થાય છે. લીંબુ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી પથરી દુર થાય છે. અસ્થમા, સંધિવા અને ડાયાબીટીસ જેવા ગંભીર રોગમાં પણ સિંધવ મીઠું લાભ કરે છે.

દાંત અને પેઢાના રોગ હોય તો પણ આ મીઠું લેવું જોઈએ. તેનું સેવન કરવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. તેનાથી દાંત પર જામેલું પ્લાક દુર થાય છે. પેઢામાં સોજો અને પ્લાક હોય તો તે પણ મટે છે. હુંફાળા પાણીમાં સિંધવ મીઠું ઉમેરી તેનાથી કોગળા કરવાથી દાંત અને પેઢાનો સડો મટે છે.

તેનો ઉપયોગ સ્ક્રબ તરીકે પણ કરી શકાય છે. તેનાથી ત્વચાના મૃત કોષ દુર થાય છે. સાથે જ તે સ્નાયૂને મજબૂત બનાવે છે. સિંધવ મીઠાથી ચહેરા પર સ્ક્રબ કરવાથી ત્વચા પર કાંતિ રહે છે.

સ્નાયૂની તકલીફ હોય તો પાણીના ટબમાં પાણી ભરી તેમાં સિંધવ મીઠું ઉમેરી તેમાં બેસી રહેવાથી લાભ થાય છે. આમ કરવાથી સ્નાયૂનું ખેંચાણ, દુખાવો મટે છે.

શરદીના કારણે ગળામાં દુખાવો હોય તો સિંધવ મીઠાને પાણીમાં ઉમેરી કોગળા કરવાથી દુખાવો અને શરદી બંનેમાં રાહત થાય છે. સિંધવ મીઠું અનિંદ્રાને પણ મટાડે છે. તેનો ઉપયોગ કરવાથી સુકી ખાંસીમાં પણ રાહત થાય છે. તેનો ઉપયોગ કરવાથી ચરબી પણ ઓગળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સિંધવ મીઠું વાત, પિત્ત, કફ સંબંધિત રોગ દુર કરે છે. પાણીમાં લીંબુ અને સિંધવ મીઠું ઉમેરી પીવાથી પેટની જીવાત મરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!