દાંત આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. દાંતનો ઉપયોગ ભોજન ચાવવા માટે થાય છે અને તે ચહેરાની સુંદરતામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્મિત કરે છે તો તેની સુંદરતા ઉડીને આંખે વળગે છે.
પરંતુ જ્યારે તે વ્યક્તિના દાંત પીળા હોય છે તો તેની સુંદરતા તો ઝાંખી પડી જ જાય છે પરંતુ તેને પણ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.આપણે કોઈપણ વસ્તુ ખાઇએ છીએ તો દાંત તેને ચાવે છે અને પછી તે પેટમાં ઉતરે છે.
આપણે ખાવા-પીવામાં ધ્યાન આપતા નથી તેના કારણે પેટ તો બગડે જ છે પરંતુ સાથે જ દાંતને પણ તેની અસર થાય છે. ઘણા લોકોને વ્યસન પણ હોય છે જેની અસર પણ દાંત પર ખરાબ રીતે થાય છે.
ઘણા લોકો દાંતની સફાઈ અને તંદુરસ્તીનું ધ્યાન રાખતા નથી તેના કારણે દાંત પીળા અને કાળા પડવા લાગે છે. એક વાર દાંત પીળા પડી જાય પછી તમે ગમે તેટલું બ્રશ કરો તે સફેદ થતાં નથી. એટલા માટે જ આજે તમને એવા ઉપાય જણાવીએ જે તમારા પીળા દાંતને સફેદ મોતી જેવા કરી દેશે.
1. એક વાટકીમાં એનો કાઢો અને પછી તેમાં થોડી ટૂથપેસ્ટ ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ ઉમેરી તેના પડે 15 મિનિટ બ્રશ કરો. બ્રશ કર્યા પછી તુરંત જ તમને તમારા દાંતમાં સફેદી દેખાશે.
2. તુલસીના ઔષધીય ગુણ હોય છે અને તેની સાથે તે દાંતને ચમકાવે છે. તેના માટે તુલસીના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવી લેવો. હવે ટૂથસ્ટમાં આ પાઉડર ઉમેરીને તેના વડે બ્રશ કરવું.
3. પીળા પડેલા દાંતને સફેદ મોતી જેવા ચમકાવવા માટે લીંબુના રસમાં ફુદીનાનું તેલ ઉમેરીને દાંત ઉપર ૨૦ મિનિટ સુધી ઘસો. આમ કરવાથી પીડા પડેલા દાંત સફેદ થાય છે.
4. દાંત માટે લીમડો પણ ફાયદાકારક છે. લીમડા ના ઉપયોગ થી દાંતના જીવાણુનો નાશ થાય છે સાથે જ દાંતની પીળાશ પણ દૂર થાય છે. જો તમે થોડા દિવસ માટે લીમડાનો ઉપયોગ દાતણ તરીકે કરશો તો તમારા દાંત મજબૂત થશે, દુખાવો દૂર થશે અને સફેદ થશે.
5. જાણીને નવાઈ લાગશે પરંતુ સ્ટ્રોબેરીમાં એવું એસિડ હોય છે જે દાંતોની પીળાશ દૂર કરે છે. તેના માટે સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવીને તેમાં બેકિંગ સોડા ઉમેરો. હવે આ પેસ્ટ વડે બ્રશ કરવાથી ઝડપથી પરિણામ મળશે.
6. દાંત પીળા પડી ગયા હોય તો એક સપ્તાહ સુધી મીઠા અને સરસવનાં તેલને મિક્ષ કરીને તેના વડે દાંત સાફ કરો તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.
7. ગાજરની પેસ્ટમાં લીંબુનો રસ ઉમેરીને તેના વડે દાંત સાફ કરવાથી દાંત ચમકી જાય છે. લીંબુ વિના તમે ગાજર નો ટુકડો પણ દાંત ઉપર પાંચ મિનિટ ઘસી લેશો તો તમને દાંત માં ફરક દેખાશે.
8. આદુનો રસ દાંતને ચમકાવવા માટે અતિ ઉપયોગી છે. આદુનો રસ કાઢીને તેને દાંત ઉપર દસ મિનિટ માટે લગાવી રાખો. દસ મિનિટ પછી કોગળા કરી લેવા. આબુ એક અઠવાડિયું કરશો તો તમને તુરંત જ પરિણામ દેખાશે.