આ વસ્તુના ઉપયોગથી સાંધાના દુખાવા અને ચામડીના તમામ રોગ ગાયબ થઈ જશે

મહુડાનું ઝાડ તો તમે પણ જોયું હશે. મહુડાના વૃક્ષ પર થતા ફૂલ ખૂબ જ શક્તિશાળી અને ઓષધિય ગુણ ધરાવતા હોય છે. આ ફૂલનો રંગ આછો પીળો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વ હોય છે. ફૂલ સિવાય આ વૃક્ષની છાલ, પાંદડા અને તેના બી પણ ગુણકારી હોય છે. આજે તમને આ વસ્તુ કઈ કઈ રીતે શરીરના વિવિધ રોગ દુર કરે તે જણાવીએ.

મહુડા ફૂલનો ઉકાળો શરદી દુર કરે છે. આ ઉકાળો સવારે અને સાંજે પીવાથી શરદી મટે છે. આ ફૂલને પાણીમાં હળદર સાથે ઉકાળી અને પીવાથી તાવ અને શરદી મટે છે. સાથે જ વાત, પિત્ત અને કફના સંતુલન માટે મહુડાના ફૂલ, અજમા, હળદર અને મીઠુ પાણીમાં ઉકાળી તેની નાસ લેવાથી આ તકલીફો દુર થાય છે.

સાંધાનો, સ્નાયૂનો દુખાવો હોય તો મહુડાના તેલથી માલિશ કરવાથી દુખાવો દુર થાય છે. મહુડાના પાનમાં મિથેનોલ હોય છે જે વાઈના દર્દીને લાભ કરે છે. જો ત્વચા પર ખરજવું થયું હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે મહુડાના પાન અને તલના તેલની પેસ્ટ બનાવી ખરજવા પર લગાવો.

જો ઝેર ચડ્યું હોય તો મહુડાના ફૂલને પીસીને ડંખ પર લગાવવામાં આવે શરીરમાં વિષ ફેલાતું અટકે છે. મહુડાની છાલનો ઉકાળો પીવાથી ઘુંટણના દુખાવા અને સોજા માટે છે. સરસવના તેલ સાથે તેની છાલને પીસીને લેપ કરવાથી દુખાવાથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો નાના બાળકોને દાંત ઝડપથી આવતા ન હોય તો બાળકને મહુડાનું મધ ચટાડવાથી દાંત ઝડપથી ફુટે છે. મહુડાનું દાંતણ કરવાથી પેઢામાંથી નીકળતું લોહી, દાંતનો દુખાવો દુર થાય છે.

જો શરીરમાં દાજ થતી હોય, ખંજવાળ આવતી હોય અથવા તો કોઈ ઘા થયો હોય તો 25 ગ્રામ મહુડાની છાલને પા લીટર પાણીમાં ઉકાળી તેને ઉકાળો બનાવી લેવાથી શરીરની દાઝ મટે છે. આ ઉકાળો લેવાથી આંતરડાના રોગ અને ઝાડામાં પણ રાહત થાય છે.

જો કાકડાનો સોજો હોય અને દુખાવો થતો હોય તો તેના માટે મહુડાની છાલનો અર્ક પાણીમાં ઉમેરી કોગળા કરવાથી લાભ થાય છે. તેની છાલમાં ટેનિન નામનું કેમિકલ હોય છે જે શરીરની ઈજામાં તુરંત રુઝ લાવે છે.

મહુડાના પાનનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેનું તેલ ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ થાય છે અને ત્વચાની ખંજવાળ પણ મટે છે.

મહુડાની છાલનો ઉકાળો શરીરનું બ્લડ શુગર કંટ્રોલ કરે છે તેથી ડાયાબીટીસના દર્દીઓએ તો તેને નિયમિત પીવું જોઈએ. મહુડાના ફળ બાવાસીરમાં પણ લાભ કરે છે.
માથામાં દુખાવો અને આંખમાં બળતરા હોય તો મહુડાના ફૂલનો તાજો રસ નાકમાં નાખવાથી લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!