ગળું બેસી ગયું હોય કે કાકડા પડી ગયા હોય આ ઉપાયથી બધું મટી જશે

ગળામાં સ્વરપેટી હોય છે જેના કારણે જ આપણે બોલી શકીએ છીએ. પરંતુ વાતાવરણમાં થતા ફેરફારના કારણે અથવા તો વધારે પડતું ઠંડુ ખાઈ લેવાના કારણે અવાજ બેસી જાય છે. વળી ગળામાં બળતરા અને દુખાવો પણ રહે છે.

આવી સમસ્યા શિયાળામાં સૌથી વધારે થાય છે. પરંતુ ઉનાળા અને ચોમાસા દરમિયાન પણ જ્યારે ઋતુ બદલે છે ત્યારે ગળું બેસી જવાનું વધારે થાય છે. જ્યારે તમે ગરમીમાંથી આવું છું અને સીધા જ ફ્રીઝનું ઠંડું પાણી પીવો છો ત્યારે પણ ગળા ની અસર થાય છે. આ સમસ્યાને દૂર ઘરગથ્થુ ઉપચાર આજે તમને જણાવીએ.

1. જો ગળું બેસી ગયું હોય તો મોઢાના બીજને હૂંફાળા પાણીમાં મિક્સ કરી લેવા. થોડીવાર તેને પલળવા દો અને પછી ચમચી વડે મૂળાના બીજ ખાવા. આમ કરવાથી તમારો અવાજ ખુલી જશે.

2. ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં મળતાં જાંબુ ગળું બેસી ગયું હોય તો તેને ઠીક કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેના માટે જાંબુના ઠળિયાનો પાવડર ઉમેરીને લેવાથી ગળું બરાબર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. દાડમના દાણા માં ખાંડ અને લાલ મરચું ઉમેરીને તેને ખાવાથી ગળા સંબંધી સમસ્યામાં રાહત મળે છે. જો તમે દાડમ એકલું પણ ખાવ છો તો પણ તેનાથી બંધ ગળું ખુલી જાય છે.

4. હરડેનું ચૂર્ણ પણ ગળાની સમસ્યાને મટાડે છે. તેના માટે ગાયના દૂધમાં હરડેનો પાવડર મિક્સ કરીને તેની ગોળીઓ બનાવી લેવી. હવે આ ગોળીને ધીરે ધીરે ચગડીને ખાવાથી ગળાની તકલીફો મટે છે.

5. આદુનું સેવન કરવાથી પણ અવાજ ખુલે છે. પરંતુ આદુના ટૂકડામાં હિંગ લગાવીને ખાવાથી અસર ઝડપથી થાય છે. આ સિવાય તમે આદુ ના ટુકડાની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ ઉમેરીને ખાસ તો તેનાથી પણ તમને રાહત થશે.

6. અવાજ બેસી ગયો હોય તો તેને ખોલવા માટે ગરમ પાણીમાં લસણનો કડી અથવા તો તેનો રસ નાખીને તેનાથી કોગળા કરો. આ સિવાય લસણના રસમાં ફટકડી અને પાણી મિક્સ કરીને કોગળા કરવાથી પણ રાહત થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!