આ ઔષધિ ના ઉપયોગથી ગમે તેવો દુખાવો અને સોજો થઇ જશે ગાયબ

હિમાલય અને કેદારના પર્વતોમાં પદ્મકાષ્ટના વૃક્ષ થાય છે. આ વૃક્ષનું લાકડું દવાઓમાં વપરાય છે. આ લાકડામાં અનેક ગુણ હોય છે. તેનું લાકડું બદામી રંગનું હોય છે.

તેનો સ્વાદ કડવો અને તુરો હોય છે. તેના પર માર્ચ મહિનામાં લાલ ફુલ આવે છે. આ ઔષધિય વૃક્ષ દાહ, કોઢ, કફ રક્તપિત્ત વગેરે મટાડે છે. તે ગર્ભસ્થાપક છે અને ઉલટી પણ મટાડે છે.

પદ્મકાષ્ટનો ઉકાળો પીવાથી જીર્ણ જ્વર મટે છે. તે શરીરને શાંત કરે છે અને નબળાઈ દુર કરે છે. તેના ઉપયોગથી હૃદયના રોગ પણ દુર થાય છે. તે શરીરને સશક્ત કરે છે. પદ્મકાષ્ટ તેમજ બીલાને ઘીમાં ઉમેરી લેવાથી ગમે તેવો તાવ હોય તે મટે છે.

આયુર્વેદમાં પદ્મકાષ્ટના વિવિધ ઉપયોગો વિશે જણાવાયું છે. તેનાથી સુકી ત્વચા, ખંજવાળ મટે છે. સાથે જ ત્વચા નિરોગી અને સ્વચ્છ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સવા તોલો પદ્મકાષ્ટ અને લવિંગ, એક તોલો કબાબચીની, તજ, જાયફળ, પીપર, પીપરીમૂળ, જાવંત્રી, જટામાંસી, પા તોલો એલચી અને થોડું કેસર લઈ તેનું ચૂર્ણ બનાવી લેવુ. આ ચૂર્ણને મધ અથવા સાકર સાથે લેવાથી અજીર્ણ, લીવરના દર્દ અને તાવ મટે છે.

જો મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય તો પદ્મકાષ્ટની છાલની પેસ્ટ તૈયાર કરી તેનો ઉપયોગ કરવાથી મોઢાના ચાંદા મટે છે. પદ્મકાષ્ટ, મોથ, કોલંબો, કરિયાતું, કાળી જીરી, દેવદાર, ધમાસો, ઈંદ્રજવ અડધો અડધો લોકો લઈ તેનો ક્વાથ તૈયાર કરી લેવો. આ ક્વાથ લેવાથી તાવ, કૃમિ, શરીરની ધ્રુજારી મટે છે.

પદ્મકાષ્ટ, માલકાંગણી, કહુ, હરડે, જવનું સત્વ, લીમડાનો ગળો, આંકડાના ફૂલ અને લીમડાનો ગુંદર સમાન માત્રામાં લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણ લેવાથી વિષમ, ક્ષીણતા, કૃમિ, ભ્રમ, તરસ, જ્વર મટે છે.

પદ્મકાષ્ટના પાન, કચનારના પાન અને જવ લઈ ત્રણેયને મિક્સ કરી ઉકાળી લેવું. હવે 10-20 મીલીલીટરના ઉકાળામાં ઘી અને દૂધ ઉમેરી ઉકાળો. આ ઉકાળો પીવાથી ક્ષય મટે છે. સ્તનમાં આવેલા સોજાને પણ પદ્મકાષ્ટ ઉતારે છે. પદ્મકાષ્ટના પાનને ગરમ કરી સ્તન પર બાંધવાથી લાભ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!