આ ઈલાજથી ગમે તેવી મોટી પથરી 2 દિવસમાં તુટીને બહાર નીકળી જશે

શરીરમાંથી જ્યારે નકામા તત્વ નીકળતા નથી તો તે ક્રિસ્ટલ બની જાય છે. આ ક્રિસ્ટલ કિડનીમાં જમા થાય છે અને પથ્થર જેવી ગાંઠ બની જાય છે. આ ગાંઠને પથરી કહેવાય છે. આજના સમયમાં 90 ટકા લોકોને પથરીની તકલીફ ખરાબ પાણીના કારણે થાય છે.

જ્યારે પિત્તાશય બરાબર કામ ન કરતું હોય તો પથરી બની જાય છે. પથરી શરીરમાં એક કરતાં વધુ પણ હોય શકે છે. પિત્તાશયમાં થતી પથરી પિત્તાશયમાં સોજો અને પેશાબની તકલીફો પણ કરાવે છે.

પથરીની તકલીફ સૌથી વધારે ઓછું પાણી પીવાથી, ટામેટા અને રિંગણનું સેવન કરવાથી થાય છે. ટામેટાના બી અને રિંગણાના બીથી પથરી થાય છે. જેને કબજિયાત રહેતી હોય, કિડનીમાં ઈન્ફેકશન હોય તેમને પણ પથરી થઈ શકે છે.

જેમના શરીરમાં કેલ્શિયમ વધારે હોય તેના શરીરમાં પણ પથરી થાય છે. સામાન્ય રીતે જે લોકો પાણી ઓછું પીવે છે તેના શરીરમાં પથરી વધારે થાય છે. જેના શરીરમાં ક્ષાર ઓગાળવાની ક્ષમતા ઓછી હોય તેને પણ પથરી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાની પથરી હોય તો દવા લેવાથી તે બહાર નીકળી જાય છે પરંતુ જો પથરી મોટી હોય તો તેના માટે ઓપરેશન કરાવવું પડે છે. પરંતુ આજે તમને ઓપરેશન વિના પથરી કાઢવાનો રસ્તો બતાવીએ.

સૌથી પહેલા તો નાળિયેર પાણી પીવુ, પાતળી છાશ પીવી, મીઠા વિનાના પીણા પીવાથી અને અનાનસનું જ્યુસ પીવાથી પથરી થવાની શક્યતા ઓછી રહે છે.

જેને પથરી હોય તેણે સફરજન, કડક ચા, ચોકલેટ, વધારે ખાંડવાળા પીણા, દારુ, બીયર લેવાનું ટાળવું જોઈએ. પથરી ઓપરેશન વિના કાઢવા માટે કયા ઉપાય કરી શકાય તે પણ જણાવીએ.

ગાયના દૂધની છાળમાં સિંધવ મીઠું ઉમેરી રોજ સવારે ઊભા ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નાળિયેરના પાણીમાં લીંબુનો રસ ઉમેરી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટે છે. જૂના ગોળને હળદર સાથે છાશમાં ઉમેરી પીવાથી પથરી ઓગળી જાય છે.

કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી મટે છે. તેના માટે 50 ગ્રામ કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેને હાથથી મસળી તેને ગાળી પી જવું.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુકોખાર ઉમેરી પીવાથી પથરી તુટીને નીકળી જાય છે.

ઘઉં અને ચણાને સાથે ઉકાળી તેના ઉકાળામાં સુકો ખાર ઉમેરી પીવાથી પથરી તુટીને નીકળી જાય છે.

ગોખરુંને મધમાં ઉમેરી ચાટી જવાથી પથરી ઓગળી જાય છે. મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂકોખાર ઉમેરી આ મિશ્રણ રોજ પીવાથી પથરી તુટીને નીકળી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!