મિત્રો આજના સમયમાં લોકોને કેટલીક બીમારી નાની ઉંમરથી જ થવા લાગે છે જેમકે સાંધાના દુખાવા. 50 વર્ષની વ્યક્તિને પણ આ તકલીફ થઈ શકે છે.
આ સિવાય પણ ઘણી બીમારીઓ છે જે નાની ઉંમરમાં શરીરમાં ઘર કરી જાય છે. આ તકલીફ થવાનું મુખ્ય કારણ છે શરીરને પુરતા પ્રમાણમાં પોષણ ન મળવું અને કેલ્શિયમની ઉણપ.
જ્યારે બે હાડકા વચ્ચેનું લુબરીકન્ટ ઘટવા લાગે છે ત્યારે સાંધામાં ઘસારો થાય છે અને તેના કારણે અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો ઘણાને એટલો વધી જાય છે કે તેમને ઓપરેશન કરાવવું પડે છે.
સાંધા અને ગોઠણના દુખાવામાં ખૂબ જ તકલીફ થાય છે. લોકો બેસી પણ શકતા નથી અને જમીન પર બેસી ગયા પછી ઊભા થવામાં દિવસે તારા દેખાય છે. આ સિવાય ચાલવામાં પણ સમસ્યા થાય છે. આ પ્રકારની બીમારી શરીરમાં વાયુ પ્રકોપ વધવાના કારણે પણ થાય છે.
આ જ કારણ છે કે સાંધાના દુખાવા અસહ્ય હોય છે. ત્યારે આજે તમને આ દુખાવા દુર કરતો એક સરળ અને અકસીર છે તેવો ઈલાજ જણાવીએ. આ ઈલાજ ખાવામાં સ્વાદિષ્ટ પણ છે. તેના માટે તમારે ઘરના રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને લાડુ બનાવવાના છે.
આ લાડુ બનાવવા માટે તમારે 200 ગ્રામ તલ, 25 ગ્રામ ખાંડેલી સૂંઠ લેવાની છે અને જરૂર મુજબ દેશી ગોળ લેવાનો છે.
આ સાથે જ તમે તેમાં અખરોટ પણ ઉમેરી શકો છો. સૌથી પહેલા ગોળનો પાયો બનાવી લેવાનો છે. તેમાં આ વસ્તુઓ ઉમેરી તેના લાડુ બનાવી લેવાના છે.
આ લાડુ રોજ સવારે ખાલી પેટ ખાવાના છે. આ લાડુ એક મહિના સુધી નિયમિત સવારે ખાલી પેટ ખાશો એટલે શરીરના સાંધાના, ઘુટણના અને અન્ય તમામ પ્રકારના દુખાવા કાયમ માટે દુર થઈ જશે.
મિત્રો આ લાડુ નો આ ઉપાય શરીરમાં વાયુ પ્રકોપને પણ શાંત કરે છે અને શરીરના દરેક પ્રકારના દુખાવાથી રાહત આપે છે. શરીર ને શાંત રાખે છે અને શરીર માં ઠંડક પણ થાય છે.
આ લાડુ રોજ સવારે સાંજે ખાવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે. શરીર મજબૂત બનાવે છે. એનર્જી પણ આવે છે. શરીર માં ઘણા પોષકતત્વો પણ મળે છે.