થોડી થોડી વારે હાથ કે પગમાં ખાલી ચઢી જતી હોય જાણી લો આ ઉપાય

મિત્રો ઘણી વખત એક ને એક સ્થિતિમાં લાંબો સમય સુધી રહેવાથી હાથ કે પગમાં ખાલી ચઢી જતી હોય છે. એવું કોઈ નહિ હોય છે ને ખાલી ચઢવાનો અનુભવ થયો ન હોય.

જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે પણ ઘણીવાર ખાલી ચડી જતી હોય છે. ત્યારે આજે તમને જણાવીએ કે ખાલી શા માટે ચડી જાય છે અને તેનો ઉપાય શું કરવો.

એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી પગમાં ખાલી ચઢી જતી હોય છે. આવું એટલા માટે થાય છે કે તે ભાગ લાંબા સમય સુધી દબાયેલો રહેવાથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું હોય છે. એટલા માટે જ ત્યાં ખાલી ચડી જાય છે.

આ સિવાય જ્યારે પણ બીપી લો થઈ જાય છે ત્યારે પણ શરીરમાં ખાલી ચડવાની તકલીફ શરૂ થઇ જાય છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ હોય ત્યારે પણ ખાલી ચડી જતી હોય છે. શરીરમાં હિમોગ્લોબીન ૧૨ ટકા કરતાં ઓછું હોય ત્યારે ખાલી ચડવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા લોકોમાં બી12ની ખામી પણ હોય છે. આ ઉણપ ના લીધે પણ હાથ કે પગમાં ખાલી ચઢી જતી હોય છે. આ ત્રણ મુખ્ય કારણ છે કે જેના કારણે હાથ કે પગમાં ખાલી ચડે છે.

હવે તેના ઉપાય વિશે જણાવીએ. જ્યારે ખાલી ચડી જાય ત્યારે લીંબુ ખાંડ અને મીઠું નાખીને લીંબુ પાણી બનાવીને પી લેવાથી લો બીપી કંટ્રોલમાં આવે છે અને ખાલી ચડવાની સમસ્યાથી રાહત મળે છે.

જો હિમોગ્લોબીન ૧૨ ટકા કરતાં ઓછું હોય છે ત્યારે નિયમિત રીતે પાલક અને બીટ નું સેવન કરવું જોઈએ. આ સિવાય આ ખામીને દૂર કરવા માટે આથાવાળો ખોરાક ખાવો જોઈએ.

આથાવાળો એટલે કે ઢોકળા, ખમણ, ઇડલી, ઈદડા વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત સવારના સમયે ફણગાવેલા કઠોળ ખાવાથી પણ બી12ની સમસ્યા દૂર થાય છે.

જો તમે ઈંડા ખાતા હોય તો તેની મદદથી પણ ખાલી ચડવાની તકલીફ મટાડી શકાય છે. તેના માટે સવારે અને સાંજે એક-એક ઇંડાનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારું બી12 કંટ્રોલમાં રહે છે અને હાથને પગમાં ખાલી ચડવા ની સમસ્યા થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે મિનરલ વોટરનું સેવન કરો છો તો પણ આ સમસ્યા થઈ શકે છે. તેથી માત્ર મિનરલ કરેલું પાણી પીવાને બદલે સાદું પાણી અને મિનરલ પાણી મિક્ષ કરીને પીવું. અથવા તો સાદા પાણીને ઉકાળીને પીવાનું રાખો. આમ કરવાથી પણ ખાલી ચડવા ની સમસ્યા મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!