મિત્રો કાન આપણા શરીરનું ખૂબ જ સંવેદનશીલ અંગ છે. તેમાં સમયાંતરે મેલ જમા થતો હોય છે જેને સાફ કરવો જરૂરી હોય છે. પરંતુ મેલ સાફ કરવામાં ખુબ જ તકલીફ પડે છે.
વળી, કાનની અંદર સફાઈ કરતી વખતે ધ્યાન પણ રાખવું પડે છે. ત્યારે તમને આજે એક એવો ઉપાય જણાવીએ જેને કરવાથી તમારે કોઈપણ વસ્તુ ની મદદથી કાન સાફ નહીં કરવો પડે કારણ કે કાનનો મેલ આપમેળે જ બહાર આવી જશે..
તેના પહેલા સૌથી મહત્વની વાત એ કે કાન ને ક્યારેય સેફ્ટી પીન, દીવાસળી જેવી વસ્તુઓથી સાફ કરવા ન જોઈએ.
ઘણા લોકોને આદત હોય છે કે તે કાનમાં ચાવી જેવી વસ્તુઓ પણ નાખતા હોય છે. આવું કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. આ રીતે મેલ સાફ કરવો એ ખુબ જ ખોટું છે. અને ઘાતક પણ છે.
હકીકતમાં કાનમાં એક ચીકણું પ્રવાહી કુદરતી રીતે બનતું હોય છે. આ પ્રવાહીમાં કાનમાં જતી ધૂળ, બેક્ટેરિયા બધું જ અટકી જાય છે. સમાયંતરે જ્યારે તમે કાન માંથી મેલ કાઢો છો ત્યારે આ પ્રવાહીમાં ચોટેલી બધી વસ્તુઓ બહાર આવી જાય છે.
જો કાન માં આ પ્રવાહી ના હોય તો દૂર સહિતના કચરા કાનની અંદર જાય છે અને તેમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આ ઉપરાંત બહેરાશ પણ આવી શકે છે.
તેવામાં તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેના બે ટીપા કાનમાં નકશો તો મહેનત કર્યા વિના જ મેલ બહાર નીકળી જશે.
આ વસ્તુ છે સરસવનું તેલ. રાત્રે સુતા પહેલા સરસવ ના તેલ ને બરાબર ગરમ કરી લેવું. આથી જ આ સરસાવનું તેલ ઠંડુ થઈ જાય ત્યારે સુતા પહેલા કાનમાં બે ટીપાં નાખી અને ઉપર રૂ લગાવી સૂઈ જવું.
સવારે જ્યારે તમે કાનમાંથી રૂ બહાર કાઢશો ત્યારે મેલ બહાર આવી ગયો હશે અને કાન ચોખ્ખા થઈ જશે.
આ ઉપાય મહિનામાં એક કે બે વાર કરી લેવાથી કાનનો મેલ સાફ થઇ જાય છે અને કાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા રહેતી નથી. વળી કાનમાં દુખાવો થતો હોય તો તેનાથી પણ રાહત મળે છે.