આયુર્વેદમાં ગૌમૂત્રને મહાઔષધી કહેવામાં આવી છે. આમ તો ગાય દ્વારા પ્રાપ્ત દરેક વસ્તુ શરીર માટે લાભકારી છે. ગાયના દૂધ, ઘીનો પણ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ ગૌમૂત્ર તો અતિગુણકારી છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, અમોનિયા, કેરોટીન જેવા પોષકતત્વ હોય છે જે શરીર માટે લાભકારી છે.
ગૌમૂત્ર સ્વાદમાં ગરમ, કડક અને ખારુ હોય છે. ગૌમૂત્રના સેવનથી વાત, પિત્ત અને કફના 148 રોગ મટે છે. આ બધા રોગને દૂર કરવાની ક્ષમતા જો કોઈ એક વસ્તુમાં હોય તો તે ગૌમૂત્ર છે. વાત, પિત્ત અને કફનું સંતુલન જાળવી રાખવામાં સૌથી અસરકારક છે.
ગૌમૂત્રનો અર્ક વજન ઘટાડે છે અને ત્વચાના રોગ તેમજ પેટના રોગ દૂર કરે છે. ગૌમૂત્રના અર્કમાં ગૌમૂત્ર જેવી તીવ્ર ગંધ આવતી નથી. ઘણા લોકો આ ગંધના કારણે ગૌમૂત્ર પી શકતા નથી. તેથી આવા લોકો ગૌમૂત્રને બદલે ગૌમૂત્રના અર્કનું સેવન કરી શકે છે.
તેને પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. તેનાથી વજન પણ ઘટે છે. તેનાથી ત્વચાના રોગ, કફ, કૃમિ દુર થાય છે.
1. જો તીવ્ર એસિડીટી રહેતી હોય અને સાથે અલ્સર અને કબજિયાત પણ રહેતી હોય અને પેટનો પણ દુખાવો રહેતો હોય તો ગૌમૂત્ર અને પાણીને સરખા ભાગે લઈ પીવાથી લાભ થાય છે.
2. ગળાનું કેન્સર હોય તો 100 મિલી ગૌમૂત્ર તેમજ સોપારી જેટલું ગાયનું છાણ મિક્સ કરી સ્વચ્છ કપડાથી ગાળી રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત 6 મહિના સુધી કરવાથી લાભ થાય છે.
3. ગેસની સમસ્યા હોય તો સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુ મીઠું ઉમેરી તેમાં લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરવાથી લાભ થાય છે. તેનાથી જૂનામાં જૂનો ગેસનો રોગ દુર થાય છે.
4. જે નિયમિત ગૌમૂત્ર પીવે છે તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોજ તેને પીવાથી શરીરમાં કોઈ રોગ આવતો નથી. ચામડીના રોગ હોય તો ગૌમૂત્ર સાથે જીરું પીસીને લગાવવાથી લાભ થાય છે.
5. કોઈ વ્યક્તિ લાંબી અને ગંભીર બીમારીથી પીડિત હોય તો તેણે ગૌમૂત્રનું નિયમિત સેવન કરવું જોઈએ. આમ કરવાથી નાની-મોટી દરેક બીમારી એક સપ્તાહમાં જ દુર થાય છે.
6. જમ્યા પહેલાની એક કલાક પહેલા અડધો કપ ગૌમૂત્ર સાથે પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવા મટે છે. તેનાથી ઠંડી, અસ્થમા અને ટીબી જેવી બીમારીમાં પણ લાભ થાય છે.
7. કીડની અને મૂત્રપિંડના રોગથી મુક્તિ માટે ગૌમૂત્ર અસરકારક છે. રોજ સવારે અડધો કપ ગૌમૂત્ર પીવાથી આ પ્રકારની તકલીફો દુર થાય છે.
8. જંગલમાં ચરતી ગાયનું ગૌમૂત્ર સૌથી ઉત્તમ ગણાય છે. આ સિવાય કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે દેશી ગાયના ગૌમૂત્રનું જ સેવન કરવું જોઈએ. તેનાથી લાભ ઝડપથી થાય છે.