સામાન્ય લાગતા આ ફળના ઉપયોગથી કિડનીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે

બીજોરું દેખાવમાં એકદમ લીંબુ જેવું લાગે છે. તેનો સ્વાદ પણ ખાટો હોય છે. લીંબુ અને બીજોરું એક જ પ્રજાતિનું ફળ છે. સાથે જ લીંબુની જેમ બીજોરુ પણ શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે. આજે તમને બીજોરાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ.

બીજોરામાંથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે. વિટામીન સી શરીરના દરેક રોગને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય તેની છાલમાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે અનેક બીમારીમાં દવા તરીકે કામ કરે છે. જેમકે

1. જો તમને વારંવાર એસીડીટી થઈ જતી હોય તો બીજોરાનો રસ કાઢીને તેનું શરબત બનાવીને પીવું. તેનાથી તમને તુરંત જ એસિડિટીથી મુક્તિ મળી જશે.

2. જો માથાનો અસહ્ય દુખાવો થતો હોય તો બીજોરા ના મૂળનું ચૂર્ણ બનાવીને તેમાં ઘી ઉમેરીને ખાવાથી માથાનો દુખાવો મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. કાનમાં કોઈ કારણોસર દુખાવો થવા લાગે તો બીજોરા ના પાનનો રસ કાઢીને તેમાં તેલ ઉમેરી થોડા ટીપા કાનમાં નાખવા.

4. દાંતમાં દુખાવો, સડો જેવી તકલીફ હોય અથવા તો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો બીજોરા ના મૂળનું ચૂર્ણ બનાવીને તેનાથી બ્રશ કરવું મોઢાના બેક્ટેરિયાનો નાશ થઈ જશે.

5. જો કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો દર્દીને બીજોરાનો રસ ધીરે ધીરે પીવડાવો. આમ કરવાથી ઝેરની અસર શરીરમાંથી દૂર થઈ જશે.

6. જો ચહેરા પર કે હાથ પગ પર સોજા આવી ગયા હોય તો બીજોરાનો રસ માં અરણીના મૂડ, દેવદાર, સૂંઠ, ભોય રિંગડી મિક્સ કરીને સોજા પર લગાવો તુરંત જ આરામ થશે.

7. જો તાવ આવી ગયો હોય અને દવા લીધા પછી પણ ઉતરતો ન હોય તો બીજોરાનો રસ દર્દીને સવારે અને સાંજે પીવડાવવાથી તાવ ઉતરી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!