લોહી પડતા હરસ પણ આ ઉપાયથી દૂર થઈ જશે

મોટાભાગના લોકો ગોવિંદ નામના ફળ થી અજાણ હોય છે. તમને પણ જાણીને નવાઈ લાગશે પરંતુ આ ફળ એવું છે જે હરસ મસાની તકલીફની અકસીર દવા છે. આ ફળનો ઉપયોગ ઓછો થાય છે જેના કારણે લોકો તેના ગુણ અને લાભથી અજાણ હોય છે. તેમાં રહેલા ઔષધિય ગુણ હરસ-મસાની તકલીફને દુર કરે છે.

ગોવિંદ ફળ જ નહીં તેના પાંદડા અને બીજ પણ શરીરને બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. ગોવિંદ ફળ ના ફાયદા વિશે વાત કરીએ તો તે હરસ અને મસા ની બીમારી ને ઝડપથી દૂર કરે છે. આ ઉપરાંત જે લોકોની ભૂખ ઓછી લાગતી હોય, જમ્યા પછી પેટમાં બળતરા થતી હોય, વારંવાર તાવ આવતો હોય તેમને પણ આ ફળ ઉપયોગી છે.

ગોવિંદ ફળનો ઉપયોગ કરીને પેટ નો દુખાવો મટાડી શકાય છે. તેના માટે ગોવિંદ ફળની દાંડલી ને લઈને તેનો લેપ બનાવી તેને પેટ ઉપર લગાવો. તેનાથી દુખાવો તુરંત દૂર થાય છે.

જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અને જમ્યા પછી ખોરાકનું પાચન થતું ન હોય તેમણે ગોવિંદ ફળમાં આમલી, કાળા મરી અને લસણ મિક્ષ કરીને જમ્યા ની એક કલાક પહેલાં ચાટી જવું. તેનાથી ભૂખ પણ ઊઘડશે અને પાચન પણ બરાબર થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યા હોય તેમણે ગોવિંદ ફળ, તેના ફૂલ અને બીજને મિક્ષ કરીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થાય છે.

જો યોનિમાં બળતરા કે દુખાવો થતો હોય તો તગર, ગોવિંદ ફળ, બહેડા, દેવદાર, સમાન માત્રામાં લઈને તેમાં થોડું મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને વડે યોનિની આસપાસ લગાડો.

જો હરસ ની સમસ્યા હોય અને તેમાંથી લોહી પડતું હોય તો ગોવિંદ ફળ ના પાંદડા ને પીસીને લેપ તૈયાર કરી હરસની તકલીફ પર લગાવો તુરંત જ લોહી નિકળતું બંધ થઈ જશે.

તાવ, મરડો, કમળો, ટાઈફોડ જેવી બીમારી થઈ હોય તો ગોવિંદ ફળનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. ગોવિંદ ભરવાડ ના મૂળ ને લઈને તેનો ઉકાળો બનાવી તે પાણી રોજ પીવું જોઈએ. તેનાથી આ બીમારીઓમાં રાહત મળે છે.

મોઢા પર થતા ખીલ અને ડાઘ ની સમસ્યાને દૂર કરવા માટે ગોવિંદ ફળની છાલને પીસીને પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવો. તેનાથી ખીલ મટી જાય છે અને ડાઘ પણ દૂર થાય છે. આ પેકનો ઉપયોગ શરીર પર આવેલા સોજા પર પણ કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!