આખા શરીરનો ગમે તેવો દુખાવો ઘરે બેઠા મટી જશે

આપણા ઋષિ-મુનિઓએ આપણને આયુર્વેદની ભેટની સાથે યોગની ભેટ પણ આપી છે. યોગની કેટલીક મુદ્રાઓ કરવાથી શરીરના દુખાવા છૂમંતર થઈ જાય છે. એટલે કે તમે પગથી માથા સુધી ના બધા જ દુખાવાને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના ઘરબેઠા દૂર કરી શકો છો.

આજે તમને એક ખાસ મુદ્રા વિશે જણાવીએ. આ મુદ્રા કરવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગોઠણના દુખાવા, પગનો દુખાવો અને માથાનો ગમે તેવો ભયંકર દુખાવો હશે તો તે દૂર થઈ જશે. આ સિવાય શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો હશે તો તે દૂર થઈ જશે.

ફક્ત દુખાવા જ નહીં આ મુદ્રા કરવાથી ફેફસાના પણ મજબૂત થાય છે. જે લોકોને સીડી ચડવાથી શ્વાસ ચડતો હોય, ફેફસાં નબળાં હોય અથવા તો ફેફસા ફુલી જતા હોય તેમણે પણ આ મુદ્રા કરવી જોઈએ.

આ મુદ્રા કરવાથી છાતીમાં થતો દુખાવો ગેસ એસિડિટી જેવી તકલીફો પણ દૂર થાય છે. ટૂંકમાં કહીએ તો આ મુદ્રા શરીરના દરેક રોગને દૂર કરે છે અને દુખાવા બંધ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ મુદ્રા કરવાથી હ્રદય ને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. શરીરના અનેક રોગને દૂર કરતી આ મુદ્રા છે વાયુ મુદ્રા અને અપાનવાયુ મુદ્રા. જે લોકોને જમ્યા પછી ગેસ થતો હોય તેમણે વાયુ મુદ્રા કરવી જોઈએ. તેના માટે હાથની પહેલી આંગળી અને અંગુઠા વડે દબાવીને પ્રાણાયામની સ્થિતિમાં બેસવું.

જો તમે વજ્રાસન અને વાયુ મુદ્રા એકસાથે કરશો તો ખાધેલો ખોરાક એકથી બે કલાકમાં જ પચી જશે. આ ઉપરાંત આ મુદ્રા કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.

અપાનવાયુ મુદ્રા 30 મિનિટ સુધી કરી શકાય છે જો નિયમિત તમે ચાર મહિના સુધી આ મુદ્રા કરશો તો શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ શકશે નહીં. અપાનવાયુ મુદ્રા કરવાથી પેટના, હાથના, પગના અને શરીરના દરેક પ્રકારના દુખાવા દૂર થાય છે.

આ બંને મુદ્રાને સવારે પંદર- પંદર મિનિટ માટે કરવી જોઈએ. તેને નિયમિત કરવાથી શરીરમાં વાત, કફ અને પિત્ત ના દોષો પણ દૂર થાય છે. આ ત્રણેય દોષોનું શમન થાય છે તો શ્વાસને લગતા રોગોમાં પણ ફાયદો થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!