નાના બાળકને ગમે તેવી ઉધરસથી બચાવવા કરી લો આ કામ

નાના બાળકોને કેટલીક સમસ્યાઓ વારંવાર થતી હોય છે. આવી જ સમસ્યા માંથી એક છે ઉધરસ. નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વર્ષની સરખામણીમાં ખૂબ ઓછી હોય છે અને તેનું પાચન પણ ખૂબ જ નબળું હોય છે જેના કારણે તેમને ઉધરસ જેવી તકલીફો ઝડપથી થઈ જાય છે.

આમ તો બાળક નાનું હોય છે ત્યારે તેને ઓળી, અછબડા, શરદી, ઉધરસ વગેરે ઘણીવાર થતું હોય છે. પરંતુ નાના બાળકોને થતી એક બીમારી ખૂબ જ ભયંકર હોય છે. આ બીમારી છે ઉટાટિયું. આ સમસ્યા નાના બાળકોને વધારે પ્રમાણમાં થાય છે.

આ સમસ્યામાં બાળકને ખૂબ જ તકલીફ પડે છે તેથી તેનું ઘરગથ્થુ ઉપાય કરીને આ બીમારીથી બાળકને બચાવી શકાય છે. ઊંટાટીયું મોટાભાગે ત્રણથી દસ વર્ષ સુધીના બાળકોને થાય છે.

જે બાળક ને ઊટાતિયું થાય છે તેને સખત ઉધરસ આવે છે. એકવાર ઉધરસ થાય તો પછી બંધ થવાનું નામ નથી લેતી. ઘણી વખત તો એટલી ઉધરસ આવે છે કે બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે અને આંખ લાલ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા બાળકોને આ સમસ્યાના કારણે મગજમાં સોજો પણ આવી જાય છે અને ફેફસાને પણ ખૂબ જ નુકસાન થાય છે. આ બીમારી હવામાં રહેલા જીવાણુ થી ફેલાય છે અને આ એક પ્રકારનો રોગ છે.

જો એક બાળકને આ સમસ્યા હોય તો તેનો ચેપ બીજાને પણ લાગે તેવી શક્યતા વધી જાય છે. આ બીમારીનો આજે આયુર્વેદિક ઉપચાર જણાવીએ. આયુર્વેદિક ઉપચાર કરવા માટે કેળના ઝાડ નું પાન લેવું પડશે. ત્યાર પછી આ પાનને માટીના વાસણમાં સળગાવવું. હવે જે રાખ બને તેને એક ડબ્બીમાં ભરી લેવી.

જે બાળકને આ પ્રકારની ઉધરસ થાય છે તેને આ રાખમાં અડધી ચમચી મધ ઉમેરીને દિવસમાં ત્રણ વખત આપવી. આ ઉપાય કરવાથી આ બીમારીથી છુટકારો મળે છે.

જો કે જે બાળકને આ તકલીફ થઇ હોય છે તેની આસપાસના વાતાવરણનું પણ ખાસ ધ્યાન રાખવું. બાળકને હંમેશા શુદ્ધ વાતાવરણમાં રાખવું અને શુદ્ધ વસ્તુઓ જ ખવડાવવી. આ ઉપાય કરવામાં છે મધ નો ઉપયોગ કરવો તે પણ શુદ્ધ હોય તે ખાસ તકેદારી રાખવી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!