દોસ્તો ઘણા લોકો એવા હોય છે જેમને શરીરમાં અલગ અલગ જગ્યાએ ગાંઠ થતી હોય છે. આ ગાંઠ ચરબીની હોય છે. આ ગાંઠ શરીરના બહાના ભાગે દેખાય છે અને તેના કારણે સમસ્યા પણ થાય છે.
આ ગાંઠ શરીરના અંદરના ભાગે પણ થતી હોય છે. આ ગાંઠ શરીરના બહારના ભાગે હોય અને તેને તમે દબાવો તો અનુભવશો કે તે સોફ્ટ છે. એટલે કે તે ચરબીની ગાંઠ હોય છે. આ પ્રકારની ગાંઠ ઓપરેશનથી દુર કરાવવી પડે છે.
જો કે બધા લોકો ઓપરેશનનો ખર્ચ ઉપાડી શકવા સક્ષમ હોતા નથી. તેથી આજે તમને જણાવીએ કે આ પ્રકારની ગાંઠને ઓપરેશન વિશે કેવી રીતે દૂર કરવી. આજે તમને ઓપરેશન વિના ગાંઠને દુર કરતી આયુર્વેદિક પદ્ધતિ વિશે જણાવીએ.
શરીરમાં જ્યારે વાત્ત, પિત્ત અને કફનું સંતુલન ખોરવાય છે ત્યારે આ પ્રકારની ગાંઠ થાય છે. આ સિવાય જે લોકોને ડાયાબીટીસ, હાય બ્લડપ્રેશર હોય તેમને આવી ગાંઠ વધારે થાય છે. જ્યારે તમને આ પ્રકારે ગાંઠ થતી હોય છે ત્યારે સૌથી પહેલા ખોરાકમાં પરિવર્તન કરવું જોઈએ.
ચરબીની ગાંઠ થતી હોય તે લોકોએ ખાંડ, સફેદ મીઠું વગેરે કેમિકલયુક્ત વસ્તુઓ લેવી જોઈએ નહીં. આ સિવાય મેંદો કે મેંદાની બનેલી વસ્તુઓથી પણ દુર રહેવું જોઈએ. કારણ કે મેંદો ચીકણો હોય છે અને તે શરીરમાં ચોંટી જાય છે.
જેમને આ તકલીફ હોય તેમણે રીફાઈન્ડ કે ડબલ રિફાઈન તેલ ન ખાવું અને ડાલ્ડા ઘીનો ઉપયોગ પણ ટાળવો. ઘી અને તેલને રિફાઈન કરવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે. જેના કારણે ચરબી થવાની શક્યતા વધી જાય છે.
જેનું વજન વધારે હોય છે તેમને પણ આ પ્રકારની ગાંઠ થાય છે. જ્યારે આ પ્રકારની ગાંઠ થાય ત્યારે આ વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
આ સિવાય નિયમિત રીતે સવારે 15 મિનિટ પ્રાણાયામ કરવાથી આરામ મળે છે. સવારે 15 મિનિટ કપાલભાતિ અને 30 મિનિટ અન્ય પ્રાણાયામ કરવાથી શરીરની દરેક પ્રકારની ગાંઠ દુર થાય છે.
આ ઉપરાંત ગાંઠને દુર કરવાનો ઉત્તમ ઉપાય છે ઉપવાસ કરવો. જ્યારે ઉપવાસ કરશો ત્યારે શરીરમાંથી કચરો નીકળી જશે અને ગાંઠ સહિતની બીમારીથી રાહત મળશે.
પહેલાના સમયમાં શરીરને નિરોગી રાખવા માટે બાળકોને એક ચમચી એરંડીયું પીવડાવવામાં આવતું હતું જેથી આંતરડા સ્વચ્છ રહે. આ ઉપાય શરીરમાં ગાંઠ બનતી પણ રોકે છે. તેથી સપ્તાહમાં 2 વખત આવું કરી શકાય છે.