આ રીતે વાત,પિત્ત અને કફનું સંતુલન કરી લો, જિંદગીભર એકેય રોગ નહી થાય

મિત્રો જો શરીર સ્વસ્થ હોય અને આરોગ્ય સાથ આપે તો જીવનમાં મળેલી ધન, સંપત્તિ અને સુખ ભોગવી શકાય છે. જો આરોગ્ય બરાબર ન હોય અને શરીર સાથ ના આપે તો અઢળક સંપત્તિ હોવા છતાં પણ દવાના આશરે જીવન જીવવું પડે છે. આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

તમારી પાસે અઢળક સંપત્તિ હોય પરંતુ તમારું શરીર સ્વસ્થ ના હોય તો તમે તે સંપત્તિ ને માણી શકતા નથી. શરીરમાં રોગ હોય તો ધનનો ઉપયોગ માત્ર ડોક્ટર પાસે જઈ દવા લેવામાં થાય છે.

શરૂઆતના સમયમાં રોગનું પ્રમાણ ઓછું હતું કારણકે લોકો પૌષ્ટિક આહાર લેતા અને સાદું જીવન જીવતા. હવે લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ છે તેના કારણે અનેક પ્રકારના રોગ શરીરમાં ઘર કરી ગયા છે. ડાયાબિટીસ, બીપી, હાર્ટ અટેક જેવા રોગ તો હવે સામાન્ય થઈ ગયા છે.

શરીરમાં રોગ ત્યારે પ્રવેશ કરે છે જ્યારે શરીરની ત્રણ પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ જાય. ત્રણ પ્રકૃતિ એટલે કે વાત પિત્ત અને કફ. માથાથી છાતીના ભાગ સુધી કફ સમાયેલો હોય છે. છાતીથી કમર સુધી પિત્ત નો પ્રભાવ હોય છે. કમરથી નીચેના ભાગમાં વાયુ નો પ્રભાવ હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મસ્ત થી છાતી સુધીના ભાગમાં જે રોગ થાય તેનું કારણ કફ હોય છે જેમ કે શરદી, ઉધરસ વગેરે પેટના રોગ પિત ના કારણે થાય છે.

જેમ કે ગેસ, એસિડિટી, અપચો વગેરે. કમરથી નીચેના ભાગમાં જે રોગ થાય છે તે વાયુને કારણે થાય છે. જેમકે વાના કારણે થતો દુખાવો, ગોઠણનો દુખાવો અને સાંધાનો દુખાવો.

0 થી 14 વર્ષની ઉંમર સુધીના લોકોને કફનો રોગ વધારે થતો હોય છે. 15 થી 50 વર્ષ સુધીના લોકોને પિત્ત વધારે થાય છે. જ્યારે 50 વધુની ઉંમરના લોકોને વાયુનો રોગ વધારે થાય છે.

જો શરીરમાં કફ વધી જાય ત્યારે કફ ને શાંત કરવા માટે દેશી ગોળ જરૂરી છે. એવી જ રીતે પિત્તની સમસ્યા ને જીરું થી ઓછી કરી શકાય છે અને વાયુની તકલીફ માં મેથી ખાવાનું રાખવું જોઈએ.

પિત્તના પ્રકોપને કારણે માથાનો દુખાવો પણ થાય છે. આ રીતે જ્યારે માથું ચડે ત્યારે પિત ને શાંત કરવા દેશી ગાયનું દૂધ પીવું જોઇએ. દૂધ પિત્તને શાંત કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કે કફ હોય ત્યારે ભેંસનું દૂધ પીવાનું ટાળવું જોઇએ. કારણ કે ભેંસનું દૂધ કફને વધારે છે. તેથી હંમેશા ગાયનું દૂધ પીવું જોઇએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!