સવારે આ કામ કરશો તો પહેલા ચશ્મા પણ ફેંકી દો એટલું તેજ આવી જશે

આંખ આપણા શરીરનું અતિ મૂલ્યવાન અને નાજુક અંગ છે. આમ તો આપણા શરીરના દરેક અંગ નું ખાસ મહત્વ છે. પરંતુ આંખની કાળજી વધારે રાખવી પડે છે. કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ અંગ છે.

આંખ ચહેરાની સુંદરતામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ચહેરાને આકર્ષક બનાવતી આંખ ઉપર જ્યારે નંબરવાળા ચશ્મા પહેરવા પડે ત્યારે આંખ ની કિંમત સમજાય છે.

આંખ છે તો આપણે આ દુનિયાના રંગોને જોઈ શકીએ છીએ અને જીવનને માણી શકીએ છીએ. જો આંખ ન હોય તો આપણું જીવન માં અંધારું થઈ જાય છે. તેથી જ આંખ ની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

પરંતુ મોટાભાગના લોકો આંખની સ્વચ્છતા અને તેની તંદુરસ્તી માટે બેદરકારી રાખે છે. તેના કારણે નાની ઉંમરમાં જ લોકોને આંખને લગતી બીમારીઓ અને સમસ્યા થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજના સમયમાં આપણી દિનચર્યા માં સૌથી વધુ આપણે ટેકનિકલ યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. તેમાં સૌથી વધારે મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ થાય છે. આ બન્ને વસ્તુ થી આંખ પર તાણ પડે છે.

વધુમાં મોબાઇલ અને કોમ્પ્યુટર ની ડિસ્પ્લે ના કારણે આંખને નુકસાન થવા લાગે છે. તેમાં પણ રાતના અંધારામાં જો આ વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આંખની સમસ્યા વધી જાય છે. તેના કારણે આંખમાં ઝડપથી નંબર વધે છે ઉપરાંત આંખમાં દુખાવો, આંખમાં બળતરા જેવી તકલીફ પણ થાય છે.

જે લોકો કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરની સામે કામ કરે છે તેમને આંખમાંથી પાણી પણ આવતું હોય છે. આંખને લગતી આ બધી જ સમસ્યાઓથી છૂટકારો અપાવે અને આંખને નંબર ક્યારેય ન આવે તેવો એક આયુર્વેદિક ઉપચાર આજે તમને જણાવીએ.

આયુર્વેદિક ઉપચાર કરવાથી નંબરવાળા ચશ્મા ક્યારે પહેરવા નહીં પડે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર રાત્રે પલાળી દેવો. સવારે આ પાણીને ગાળી અને તેના વડે આંખ સાફ કરો.

આ ઉપાય કરવાની શરૂઆત કરશો તો સૌથી મોટો ફાયદો એ થશે કે આંખની બળતરા મટી જશે. એનાથી આંખને ઠંડક મળે છે. આ ઉપરાંત આંખમાં નંબર પણ આવતા નથી. અને જો નંબર પહેલાથી હોય તો ધીરે-ધીરે ઓછા થવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય આંખના નંબર ને દુર કરવા માટે અન્ય એક ઉપાય પણ કરી શકાય છે. તેના માટે એક ચમચી ગાયના દૂધમાંથી બનેલું ઘી લેવું અને તેમાં ચાર મરીનો પાવડર, એક ચમચી સાકરનો ભૂકો ઉમેરી નિયમિત તેનું સેવન કરો.

આ સિવાય આંખ નું તેજ વધારવા માટે ગાયના દૂધમાં વરિયાળી અને સાકર ઉમેરીને રાત્રે પીવાનું રાખો. આ રીતે દૂધ પીવાથી આંખને લગતી બધી જ બીમારીઓમાં રાહત થાય છે.

આંખની બળતરા આંખના નંબર આંખમાંથી નીકળતું પાણી આ બધી જ તકલીફો ધીરે ધીરે આયુર્વેદિક ઉપચાર કરવાથી દૂર થવા લાગે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!