મિત્રો શરીરના કોઈપણ પ્રકારના દુખાવા હોય તેને દુર કરવા માટે ઉપાય પણ આપણા આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યા છે. ઋષિ મુનિઓએ માનવ સૃષ્ટિને કેટલીક મુદ્રાઓ ભેટ તરીકે આપી છે.
આ મુદ્રાઓ શરીરના કોઈપણ દુખાવાના દુર કરી શકે છે. આજે પણ તમને આવી જ એક મુદ્રા વિશે જણાવીએ જે તમારા શરીરના દરેક પ્રકારના દુખાવાને દુર કરશે.
શરીરમાં સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય, ઘુંટણના દુખાવા હોય કે પછી પગની પાનીનો દુખાવો દરેક દુખાવો દવા વિના માત્ર થોડી મિનિટો ફાળવીને દુર કરી શકાય છે.
આ મુદ્રા માત્ર દુખાવા જ નહીં પરંતુ શ્વાસ સંબંધિત સમસ્યા પણ દુર કરે છે. ઘણા લોકોને વાંરવાર શ્વાસ ચઢી જાય છે, ફેફસા ફુલાઈ જાય છે આ બધી જ તકલીફો આ મુદ્રા કરવાથી દુર થાય છે.
ઘણા લોકોને પેટ ફુલી જવાના કારણે છાતિમાં દુખાવો થાય છે. આ સિવાય ગેસ, એસિટીડી, કબજિયાત પણ રહે છે. આવા લોકોએ આ મુદ્રા નિયમિત કરવા માટે બરાબર શીખી લેવી જોઈએ. તેનાથી તમામ પ્રકારના દુખાવા દુર થાય છે. અને પેટની સમસ્યા પણ મટી જાય છે.
આ મુદ્રા નિયમિત થોડી મિનિટો માટે પણ કરશો તો હૃદયમાં થતો દુખાવો પણ 100 ટકા મટી જશે. આ સાથે જ હાર્ટને લગતી સમસ્યા પણ મટી જાય છે. તો આજે તમને દરેક રોગની દવા એવી ખાસ મુદ્રા વિશે જણાવીએ.
જે મુદ્રા કરીને તમે દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો તે મુદ્રા છે વાયુ મુદ્રા અને અપાન વાયુ મુદ્રા. જ્યારે જમ્યા પછી ગેસ ચઢતો હોય તો વાયુ મુદ્રા કરવી જોઈએ. આ મુદ્રા કરવા માટે પહેલી આંગળીને અંગૂઠા વડે દબાવી અને પ્રાણાયામની સ્થિતિમાં બેસવાનું છે.
આ મુદ્રાને વાયુ મુદ્રા કહેવાય છે. આ સિવાય જમ્યા પછી વર્જાસન અને વાયુ મુદ્રા બંને સાથે કરવાથી પેટમાં ગયેલ ખોરાક એક કલાકમાં પચી જાય છે. આ ઉપાય કરવાથી રક્તપરિભ્રમણ પણ સારી રીતે થાય છે.
અપાનવાયુ મુદ્રા કરવાથી હાથ, પગ અને શરીરના કોઈપણ ભાગમાં થતો દુખાવો મટે છે. આ બંને મુદ્રા એટલે વાયુ મુદ્રા અને અપાનવાયુ મુદ્રા બંને નિયમિત દિવસમાં 45 મિનિટ સુધી કરવાથી શરીર રોગમુક્ત થાય છે.
આ મુદ્રા શરુઆતમાં 15-15 મિનિટ કરવી. આ મુદ્રા નિયમિત કરશો તો શરીરમાં વાત, કફ અને પિત્ત ત્રણેય તકલીફ દુર થાય છે.
આ ત્રણેય દોષ દુર થાય તો શ્વાસને લગતા રોગમાં પણ ફાયદો થાય છે. તેનાથી શરીર તંદુરસ્ત રહેશે અને તમે નિરોગી જીવન જીવી શકશો.