કોકમનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. મોટાભાગે કોકમ રસોઈમાં ઉપયોગમાં આવે છે. કોકમનો ઉપયોગ કરવાથી દાળ અને શાકનો સ્વાદ વધે છે. વળી કેટલાક લોકો ગરમીના દિવસોમાં કોકમનું શરબત બનાવીને પીતા હોય છે. કારણકે કોકમથી શરીરને અનેક લાભ થાય છે.
જોકે મોટાભાગના લોકોને એ જાણકારી હોતી નથી કે કોકમ એક ઔષધિ સમાન વસ્તુ છે. તેનો ઉપયોગ ફક્ત દાળ-શાકમાં જ નહીં પરંતુ કેટલીક બીમારીઓને દૂર કરવામાં પણ કરી શકાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કોકમ કઈ કઈ સમસ્યાઓને દૂર કરી શકે છે.
જે લોકોને વજન ઝડપથી ઘટાડવું હોય તેમણે એક લીટર પાણીમાં 400 ગ્રામ કોકમને ઉકાળી લેવા. પાણી જ્યારે ચોથા ભાગનું બચે ત્યારે તેને ગાળી અને ભરી લેવું. હવે આ પાણીનો ઉપયોગ રોજ સવારે ખાલી પેટ કરવો. એક જ મહિનામાં વજન ઘટી જશે.
ગમે તેટલી જૂની કબજિયાત હોય તો તેને પણ કોકમ મટાડી શકે છે. તેના માટે 750 ગ્રામ કોકમ, 300 ગ્રામ સાકર, 75 ગ્રામ જીરૂ લઈને ચૂર્ણ બનાવી તેનું સેવન કરવું.
મરડો થયો હોય અને લોહી પણ પડતું હોય તો કોકમના ચુર્ણમાં ઘી કે તેલ ઉમેરીને પીવાથી રાહત થાય છે.
ઉનાળા દરમિયાન લૂ લાગવાથી બચવું હોય તો કોકમમાં સાકર, જીરું અને સંચળ ઉમેરી ને દિવસ દરમિયાન પીવાનું રાખો. સવારે અને સાંજે કોકમનું શરબત પીવાથી એસિડિટી પણ મટે છે અને અનિદ્રા પણ દૂર થાય છે.
જો કોઈને ઝાડામાં લોહી પડે તો દૂધ કે દહીં કોકમનું ફળ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
કોક માં એવા તત્વ હોય છે જે ત્વચાને ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે. વળી તેનાથી અલ્સરની સમસ્યા પણ દૂર થાય છે. તેના માટે આ રીતે કોકમનું શરબત તૈયાર કરી લેવું.
ગરમ પાણીમાં બે કપ કોકમને ચાર કલાક સુધી પલાળી રાખો. એક અલગ ગ્લાસમાં એક ચમચી તકમરીયા પણ પલાળો. કોકમ પડી જાય પછી તેને કૂકરમાં બાફી લો અને મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને એક લીટર પાણીમાં ઉમેરી બે કપ સાકર ઉમેરીને ધીમા તાપે ઉકાળો.
પાણી ની ચાસણી બની જાય પછી ગેસને બંધ કરીને છેલ્લે એક ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરી દો. હવે આ મિશ્રણ ઠંડું થઈ જાય પછી બોટલમાં ભરીને રાખો. જ્યારે પણ જરૂર જણાય ત્યારે કોકમની ચાસણીમાં થોડું પાણી અને તકમરીયા ઉમેરીને તેનું સેવન કરો.