આ ઉપાયથી શરીરમાંથી યુરિક એસિડ થઈ જશે ઓછું, સાંધાના દુખાવા મટી જશે

ઘણા લોકોને શરીરમાં યુરિક એસિડ વધતું હોય છે. તેના કારણે શરીરના સાંધામાં દુખાવા રહે છે અને સાંધામાં ગાંઠ પણ થઈ જાય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. આજે તમને યુરિક એસિડને દવા વિના ઘરગથ્થુ ઈલાજથી દુર કરવાનો ઈલાજ જણાવીએ.

ઓટમીલ, કઠોળ, બ્રાઉન રાઈસ, ફાયબર યુક્ત આહાર કરવાથી યુરિક એસિડ ધીરે ધીરે ઘટી જાય છે. આ સિવાય રોજ 3 અખરોટ ખાવાથી યુરિય એસિડ મટે છે.

યુરિક એસિડને ઘટાડવા માટે બેકિંગ સોડા પણ લાભ કરે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરી પીવાથી યુરિક એસિડ ઘટી જાય છે. આ સિવાય કુંવારપાઠાના જ્યૂસમાં આમળાનો રસ ઉમેરીને પીવાથી આરામ થાય છે.

અર્જુનની છાલનું ચૂર્ણ એક ચમચી, અડધી ચમચી તજ પાવડર દોઢ ગ્લાસ પાણીમાં ઉમેરીને પીવાથી યુરિક એસિડ કાયમ માટે મટે છે. આ ઉપાય 30 થી 90 દિવસ સુધી કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

યુરિક એસિડ વધતું હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. રોજ સવારે ખાલી પેટ બથુઆનો રસ પીવાથી યુરિક એસિડ ઘટે છે. આ રસ પીધા પછી 2 કલાક કંઈપણ ખાવું નહીં.

બેકિંગ સોડા યુરિક એસિડના સ્ફટિકને તોડી નાખે છે. બેકિંગ સોડા લાભદાયી સાબિત થાય છે. બેકિંગ સોડા લેવામાં સાવચેતી રાખવી પડે છે કેમકે તેનાથી બીપી વધી શકે છે.

આ ઉપરાંત રોજ નાળિયેર પાણી પીવાથી લાભ થાય છે. રોજ અજમાનું સેવન કરવાથી પણ શરીરને લાભ થાય છે. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટે છે. આ સાથે આ તકલીફમાં વિટામીન સીથી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. કારણ કે વિટામીન સી યુરિક એસિડને શરીરમાંથી બહાર કરે છે.

રોજ સલાડનું વધારે સેવન કરો અને તેમાં લીંબુ ઉમેરીને ખાવાનું રાકો. દિવસમાં એક વખત લીંબુવાળુ પાણી પીવાથી પણ લાભ થાય છે. રોજ જમ્યા પછી અળસીના બી 1 ચમચી ખાવા જોઈએ. તેનાથી શરીરમાંથી યુરિક એસિડ નીકળી જાય છે.

આ સિવાય યુરિક એસિડની તકલીફ હોય તો બહારનો ખોરાક લેવાનું બંધ કરવું જોઈએ. રાજમા, છોલે, ચોખા અને માંસ જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. આ સિવાય રોજ એક સફરજન ખાવું જોઈએ તેનાથી શરીરનું યુરિક એસિડનું સ્તર ઘટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!