તુલસી ખૂબ જ પવિત્ર છોડ છે અને તેની પૂજા દરેક ઘરમાં થાય છે. પરંતુ આ છોડ આયુર્વેદિક જડીબુટી પણ છે.. આજે તમને તુલસીના પાનના ફાયદા વિશે જાણકારી આપીએ. આ જાણકારી એવી છે જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહિ હોય.
તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વ હોય છે જે તે ઝડપથી ઉતારે છે. તાવના દર્દીઓ અને તુલસીના પાનનો રસ પિવડાવવાથી ઝડપથી ઊતરે છે. .
તુલસીના પાનનો રસ પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. વળી આ રસ શરીરમાં કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવે છે જેના કારણે બ્લડ શુગર લેવલ ઘટે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાનનો રસ પીવાથી એવા હોર્મોન્સ ઘટે છે જે સ્ટ્રેસ વધારે છે. એટલા માટે જ તુલસીને એન્ટી સ્ટ્રેસ એજન્ટ પણ કહેવાય છે.
તુલસીના પાનનો રસ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર રીતે થાય છે જેના કારણે શરીરના બધા જ અંગો બરાબર કામ કરે છે
પથરીની તકલીફ ને પણ તુલસી મટાડી શકે છે. સાથે જ યુરીક એસિડને પણ વધતું તુલસી અટકાવે છે. તુલસીમાં રહેલા તત્વ પથરી અને યુરિક એસિડ નો નાશ કરે છે.
તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમાકુ અને વ્યસનના કારણે થતા કેન્સર થી રાહત આપે છે. નિયમિત રીતે તુલસીના પાન ચાવીને ખાવાથી શરીરમાં કેન્સરના કોષ વધી શકતા નથી.
તુલસી નો ઉપયોગ કરીને તમે વ્યસન પણ છોડી શકો છો. તુલસીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને જેના કારણે સ્મોકિંગ જેવા વ્યસન ની ઈચ્છા પણ ઘટવા લાગે છે.
તુલસીના પાન કે તેનો રસ પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય તેના કારણે શરદી, ઉધરસ, ફ્લુ જેવા વાયરલ રોગો થતા નથી.
માઈગ્રેન હોય કે કોઈ પણ અન્ય માથાનો દુખાવો તુલસીના પાન તેને તુરંત જ મટાડી શકે છે. તેના માટે તુલસીના પાનનો રસ માથા પર લગાવવો જોઈએ તેમાં એવા તત્ત્વો હોય છે જે દુખાવાથી તુરંત જ રાહત આપે છે.