મિત્રો ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક ઘરમાં ગૃહિણીઓ અથાણા બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. તેમાં પણ જો સૌથી વધારે કોઈ વસ્તુ વપરાતી હોય તો તે છે ગુંદા. ગુંદાનું અથાણું સિઝન દરમિયાન દરેક ઘરમાં બને જ છે. ગુંદા ઉનાળાની સિઝનમાં જ મળે છે પરંતુ તેનું અથાણું બનાવીને મહિલાઓ વર્ષભર સાચવે છે.
ગુંદાનું અથાણું તો તમે પણ ખાધું જશે પરંતુ તેના આયુર્વેદિક દ્રષ્ટિથી મળતા ફાયદા વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. આજે તમને ગુંદાના આવા કેટલા ગુણ વિશે જણાવીએ. ગુંદા નોનવેજ કરતાં પણ વધારે શક્તિશાળી છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
સાંધાના દુખાવા, શરીરના સોજા, દાંતનો દુખાવો જેવી કેટલીક બીમારીઓ તો તુરંત જ ગુંદા મટાડી દે છે. તો ચાલો તમને જણાવીએ કે ગુંદા કઈ કઈ સમસ્યાઓમાં લાભ કરે છે.
ગુંદાનું ઝાડ એવું છે જેના ફળ સહિત દરેક વસ્તુ ઉપયોગમાં આવે છે. ગુંદાનું ફળ, તેના ઝાડની છાલ, પાંદડાં બધી જ વસ્તુનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને શરીરની સમસ્યાઓને દૂર કરી શકાય છે.
જેમકે મોમાં ચાંદા થયા હોય, ત્વચા ઉપર ખીલ હોય કે કોઈ કારણોસર ખંજવાળ આવતી હોય ત્યારે ગુંદા નો ઉપયોગ કરવાથી રાહત મળે છે. આ સિવાય માસિક સમયનો દુખાવો, સફેદ અને ખરતા વાળની તકલીફ, પેટના ચાંદા વગેરેને પણ ગુંદા દૂર કરે છે. જેમકે ..
1. જો પેઢામા સોજા થઈ ગયા હોય અને મોઢામાં ચાંદાં પડતાં હોય તો બે કપ પાણી ઉકાળો અને તેમાં ગુંદા ની છાલ નો પાવડર ઉમેરો. આ ઉકાળેલું પાણી પીવાથી દાંત ના અને પેઢા ના દુખાવા તેમજ રોગ મટે છે.
2. જો ત્વચા ઉપર ખીલ થયા હોય કે કોઈ જીવ જંતુ કરડી ગયું હોય તો ગુંદાના ઝાડ ના પાંદડા લઈ તેની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો તેનાથી તુરંત જ બળતરા અને દુખાવો મટે છે.
3. જો કોઇ કારણોસર શરીરના કોઈ ભાગમાં સોજો આવ્યો હોય તો તેને ઉતારવા માટે ગુંદાની છાલનો પાવડર બનાવી તેમાં કપૂર ઉમેરીને સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવી દો.
4. જો સાંધાના દુખાવા સહીઓ હોય તો ગુંદાના ફળનો રસ કાઢીને તેને સાંધાના દુખાવા પર લગાવવાથી દુખાવાથી તુરંત રાહત મળે છે.
5. વાળ સફેદ થવા લાગ્યા હોય કે ખરવા લાગ્યા હોય તો ગુંદા ના રસ માં તેલ ઉમેરીને વાળના મૂળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે. આ સિવાય માઇગ્રેન ની તકલીફ હોય તો ગુંદાના પાનની પેસ્ટ બનાવીને માથા પર તેનો લેપ કરવો માથાનો દુખાવો તુરંત જ દૂર થશે.
6. શરીરની શક્તિ વધારવા માટે ગુંદા ને તડકામાં સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી લો. હવે આ પાઉડરમાં ચણાનો લોટ અને ઘી ઉમેરીને તેનો લાડુ બનાવી નિયમિત ખાવાથી શરીરની શક્તિ વધે છે.
7. ગુંદાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનું સેવન કરવાથી પેટના ચાંદા અને પેશાબમાં થતી બળતરા ની તકલીફો પણ દૂર થાય છે. જો શરદી અને કફ મટતા ન હોય તો પાણીમાં ગુંદાની છાલનો પાવડર ઉકાળીને તેને મરી અને મધ સાથે પીવાથી શરદી કફ મટે છે.