આ બીજના ઉપયોગથી ફક્ત 2 મિનિટમાં એસિડિટી શાંત થઈ જશે

ફાલુદા જેને પીધો હોય તેને તકમરીયા અચૂક ખાધા હશે. મોટાભાગે ફાલુદા માં જ આપણે તકમરીયા ખાઈએ છીએ. જોકે તકમરીયા નો ઉપયોગ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં કરી શકાય છે. તકમરીયા નો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગ મટે છે ખાસ કરીને એસીડીટી તો તુરંત જ દૂર થઈ જાય છે.

દેખાવમાં રાઈ જેવા જીણા જીણા દેખાતા તકમરીયા ને પાણીમાં નાખો એટલે તે ફુલી જાય છે. તેની પ્રકૃતિ ઠંડી હોય છે જેના કારણે તે શરીરને ઠંડક આપે છે. ઉનાળા દરમિયાન તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.

જે મહિલાઓને માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય કે દુખાવો રહેતો હોય તેને તકમરીયા નુ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગરમીમાં જેને નસકોરી વારંવાર ફુટતી હોય તે પણ જો દૂધ સાથે તકમરીયા લે છે તો નસકોરી ફૂટવાનું બંધ થાય છે.

તકમરીયા નો ઉપયોગ દૂધ, પાણી, ફ્રુટ સલાડ, આઈસ્ક્રીમ કોઈની પણ સાથે કરી શકાય છે. આ સિવાય પણ તકમારિયાંને કયા કયા રોગ માં ઉપયોગમાં લઈ શકાય તે પણ જાણી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. કાન અને નાક માં કોઈ કારણોસર સોજો આવ્યો હોય કે દુખાવો થતો હોય તો તેમાં તકમરીયાનું તેલ નાખવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ કરવાથી કાનની બહેરાશ પણ દૂર થાય છે.

2. અસ્થમાની તકલીફ હોય તેણે તકમરીયાના દાણાને પાણીમાં ઉકાળીને પીવાથી રોગમાં રાહત થાય છે.

3. જેની પાચનશક્તિ નબળી હોય અને ભોજન પ્રત્યે અરુચિ રહેતી હોય અથવા તો જમ્યા પછી એસીડીટી થઈ જતી હોય તો તકમરીયા ને પાણીમાં પલાળીને સાકર સાથે પી જવા.

4. ગરમી દરમ્યાન પેશાબમાં થતી બળતરા ને મટાડવા માટે નિયમિત રીતે તકમરીયા ને પાણીમાં પલાળીને પી જવા.

5. ઉનાળામાં લાગતી હોય અથવા તો મોઢું સુકાતું હોય તો ગુલાબનું શરબત બનાવીને તેમાં તકમરીયા ઉમેરીને પીવા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. કોઈપણ પ્રકારના રોગને દૂર કરવા માટે તકમરીયા ના પાનની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવી.

7. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને તકમરીયા આપવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

8. ખરતા વાળ, સફેદ થતા વાળ જેવી વાળની કોઈપણ સમસ્યાને દૂર કરવી હોય તો માથામાં તકમરીયાનું તેલ લગાવો. આ તેલનો ઉપયોગ કરવાથી ઉંદરીની તકલીફ પણ મટે છે.

9. વજન ઘટાડવું હોય તેના માટે તો તકમરીયા અકસીર છે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં તકમરીયા પલાળી દેવા. સવારે આ પાણી ને ખાલી પેટ પી જવાથી વજન ઘટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!