મિત્રો દેખાવમાં લીંબુ જેવું જ દેખાતું બીજોરૂ સ્વાદમાં પણ ખાટુ અને લીંબુ જેવું જ ફાયદાકારક છે. બીજું આનું સેવન કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. જોકે આ વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે જેના કારણે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી અને બીજોરા નો લાભ લઈ શકતા નથી.
જો તમે પણ બીજું અને લાભ વિશે જાણતા ન હોય તો જણાવી દઈએ કે બીજોરુ કૃમિનો નાશ કરે છે, કબજિયાત મટાડે છે, ભૂખ વધારે છે, દાંતના રોગ દૂર કરે છે, પિત્ત શાંત કરે છે અને પાચનતંત્ર સુધારે છે. આ સિવાય પણ શરીરની કેટલીક સમસ્યાઓ માં બીજોરા નો ઉપયોગ કરી શકાય છે.
1. જે લોકોને એસીડીટી રહેતી હોય અને જમ્યા પછી પેટમાં બળતરા થતી હોય તેમણે બીજોરા નું શરબત પીવું જોઈએ. આ સિવાય બીજોરાની છાલનું ચુર્ણ ઘી ઉમેરીને પીવાથી પણ પેટના રોગ દૂર થાય છે.
2. કાનમાં થતાં અસહ્ય દુખાવાને મટાડવા માટે બીજોરા ના ફળનો રસ કાઢીને તેમાં તેલ ઉમેરીને બરાબર ઉકાળવું. જ્યારે બન્ને વસ્તુ બરાબર ઓગળી જાય તો તેને ઠંડી કરી લેવી અને પછી આ મિશ્રણ ના ટીપા કાનમાં નાખવા.
3. દાંત અને પેઢાની તકલીફોને મટાડવા માટે બીજોરાના મૂળનો એક ટુકડો લઈ તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી દાંતનો દુખાવો, પેઢાનો સડો અને મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે.
4. શરીરમાં વારંવાર સોજા આવતા હોય કે સ્નાયુ નો દુખાવો રહેતો હોય તો બીજોરનું મૂળ, અરણીનું મૂળ, દેવદાર, સૂંઠ, ભોયરીંગણી સમાન માત્રામાં લઈને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને સોજો કે દુખાવો હોય તે જગ્યા પર લગાવો.
5. જો કોઈને વારંવાર તાવ આવતો હોય તો બીજો અને ફળનો રસ કાઢીને દર્દીને સવાર-બપોર-સાંજ આપો તેનાથી મગજ પર ચડેલો તાવ પણ ઉતરી જાય છે.
6. કોડ ની સમસ્યા હોય તો બીજોરા ના મૂળનું ચૂર્ણ અને ફૂલનું ચૂર્ણ બરાબર માત્રામાં બનાવીને ખાવાથી કોઢ મટે છે.
7. જેને વારંવાર આંચકી આવવી જોઇતી હોય અથવા તો લકવાની તકલીફ હોય તેને બીજોરાના ફળનો રસ, લીમડાનાં પાનના રસ સાથે આપવાથી રાહત મળે છે. જોકે આ રસ દર્દીને નાખવા વાટે આપવો.
8. શરીર પર જો ધાધર થઈ ગઈ હોય અથવા તો ત્વચાનો કોઈપણ રોગ થયો હોય તો બીજોરાના ફળનો ગર કાઢીને તેની પેસ્ટ બનાવી ચામડી ઉપર અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તેનાથી ત્વચાની સમસ્યાથી તુરંત જ રાહત મળે છે.
9. જો હેડકી શરૂ થઈ હોય અને બંધ ન થતી હોય તો બીજોરાના ફળ ના રસમાં સંચળ અને મધ ઉમેરીને દર્દીને પીવડાવી દો.
10. જો કોઈ વ્યક્તિને શરદી ઉધરસની તકલીફ હોય તો બીજોરના મૂળને પાણીમાં ઉકાળી અને દર્દીને આપવું.